ભરુચ પાસે જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો- કન્યા સહિત ચારના મોત

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:40 IST)

Widgets Magazine
accident gujarat


ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 4 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પરવત પાટિયા પાસે રહેતો પરિવાર સૌરાષ્ટ્રના દ્વારકાથી નવવધૂ લઇને પરત ફરી રહ્યો હતો. એ સમયે ભરૂચના નબીપુર બ્રિજને ક્રોસ કરીને સાહેલ હોટલ પાસે રેતી ભરેલી ટ્રક પંક્ચર હાલતમાં ઊભી હતી. ભારે ધૂ મ્મસ હોવાના કારણે બંધ પડેલી ટ્રકને બસ ડ્રાઇવર જોઇ શક્યો ન હતો અને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ડ્રાઇવર સાઇડની બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા જાળવવા 60000 પેરામિલિટરી જવાનોનો ખડકલો

ગુજરાતમાં આગામી બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ ...

news

ઓખી ચક્રવાતે રાજકીય સભાઓનો ભોગ લીધો, જાણો કોની સભાઓ રદ થઈ

ગુજરાતમાં 7 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેથી બંને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરવામાં ...

news

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં અજાણ્યા શખ્સે કરી તોડફોડ

શનિવારે રાતે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ પર થયેલા હુમલા બાદ સોમવારે રાતે ...

news

હવે પોલિટિકલ ડીબેટમાં ભાજપના નેતાઓની ગેરહાજરી સ્થિતિ કફોડી હોવાનો પુરાવો

ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પબ્લિક ડીબેટ પણ વધુ પ્રમાણમાં યોજાવવા લાગી છે. ...

Widgets Magazine