બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:15 IST)

અમદાવાદના મણીનગર બેઠક પર કોંગ્રેસનું ગ્લેમર હાર્યું, શ્વેતા બ્રહમભટ્ટની હાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે ત્યારથી પહેલી ચૂંટણીને બાદ કરતા તે બાકીની બધી જ ચૂંટણી મણિનગરથી લડ્યા હતા અને દરેક વખતે તેમણે જંગી માર્જિન સાથે અહીંથી વિજય પણ મેળવ્યો હતો. આ વખતે મોદી નથી છતાંય મણિનગરના મતદાતાઓ ભાજપનો સાથ છોડવા તૈયાર નથી એવુ લાગી રહ્યું છે.આ વખતે મણિનગર બેઠક પરથી ભાજપના સુરેશ પટેલને હરાવવાની પૂર્ણ તૈયારી સાથે કોંગ્રેસ કાર્યકર્તા નરેન્દ્ર બ્રહ્મભટ્ટની પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ.

જો કે હાલમાં જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે ભાજપને પછાડવાના આ 34 વર્ષીય યુવતીના મનસૂબા મનમાં જ રહી જવાના છે.મણિનગર સીટ પર ભાજપના સુરેશ ધનજીભાઈ પટેલ મોટા માર્જિનથી જીતી ગયા હતા. તેની સામે શ્વેતા યુવા તથા સ્ત્રી મતદાતાઓને રીઝવવામાં નિષ્ફળ ગઈ હતી અને મણિનગર સીટ પર કોંગ્રેસનો પરાજય થયો હતો. આ સીટ પર અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોને નગણ્ય વોટ મળ્યા હતા.શ્વેતાએ IIM બેંગલુરુમાંથી પોલિટિકલ લીડરશીપનો કોર્સ કર્યો છે. તે દેશના સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની લીડરશીપ વધારવા માંગે છે. આ યુવા નેતાને કોંગ્રેસે ભાજપ સામે મણિનગરની બેઠક પર લડવાનો ચાન્સ આપ્યો હતો.ભાજપની વર્ચસ્વવાળી મણિનગર બેઠક પરથી લડવા અંગે શ્વેતાએ જણાવ્યું હતું કે તેની તાકાત મહિલાઓ અને યુવા મતદારો છે. તે યુવાનો અને મહિલા સશક્તિકરણ માટે કામ કરવા માંગે છે. તે નિમ્ન કક્ષાની રાજનીતિને અટકાવવા માંગે છે. કોંગ્રેસ લોકતાંત્રિક, સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા વિચારધારા ધરાવતી હોવાથી તેણે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતુ.