નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી જ ચૂંટણી લડશે

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:47 IST)

Widgets Magazine
nitin patel

મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી હવે મહેસાણાથી જ ચૂંટણી લડવાના છે તેની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટથી જ ચૂંટણી લડશે તેની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.  મ

મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ નવા સીમાંકન બાદ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. જયારે મહેસાણા બેઠક પરથી આ તેમની બીજી ચૂંટણી છે. મહેસાણા વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે. મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. મહેસાણા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વાર ચૂંટણી જીતી જશે તેવો પક્ષને વિશ્વાસ છે. આ ઉપરાંત રાજય સરકાર ચૂંટણી પૂર્વે જ પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી લેશે તેવો આશાવાદ પણ નીતિન પટેલ હાલ સેવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નીતિન પટેલ મહેસાણા નાયબ મુખ્યમંત્રી ચૂંટણી લડશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ડાકોરમાં રણછોડરાય મંદિરમાં અન્નકૂટ દરમિયાન ભગદડ મચી, બે ના મોત

આણદ.. ગુજરતમાં ખેડા જીલ્લાના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં શુક્રવારે અન્નકૂટ કાર્યક્રમ ...

news

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ભારત સરકારના સોલિસિટર જનરલ રંજીત કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ...

news

Viral Video - નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દિવાળી પર ડાન્સ કર્યો

આખા દેશમા દિવાળીની ધૂમ મચી છે , એક બાજુ પ્રધાનમત્રી મોદીએ દિવાળી ઉજવી તો બીજી બાજુ તેમની ...

news

ચિદમ્બરમે કહ્યું મોદી બધી જાહેરાતો કરી લે પછી થશે ગુજરાત ચૂટણીની જાહેરાત

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાના લઇને કૉંગ્રેસના નેતા અને પૂર્વ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine