રાજકોટમાં બંને બાહુબલી ઉમેદવારોને જીતાડવા પત્નીઓ મેદાનમાં, ડોર ટુ ડોર પ્રચાર કર્યો

congress
Last Updated: મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:19 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ 69 બેઠક પર આ વખતે બે બાહુબલી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે સીધો જંગ ખેલાશે. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન અને ઇન્દ્રનીલના પત્ની દર્શનબેને પોત પોતોના પતિની જીત માટે ઘરે ઘરે ફરી વોટ માંગ્યા હતા.

rupani wife

અંજલીબેન રૂપાણી આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટ 69 વેસ્ટ એ એક એવી ઐતિહાસિક બેઠક છે કે જે બેઠક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રાજકીય સફરની શરૂઆતની પહેલી ચૂંટણી લડ્યા હતા. જોકે આ બેઠક પરથી વિજય રૂપાણી લડ્યા હતા અને આજે તે ગુજરાતના મુખ્યમંત્રી છે. સાથો સાથ આ જ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને હાલના કર્ણાટકના રાજ્યપાલ એવા વજુભાઈ વાળા પણ ચૂંટણી લડી ચૂક્યા છે. રાજકોટ 69 વેસ્ટ સીટ પર 1990થી ભાજપનો દબદબો છે. જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા


આ પણ વાંચો :