આજે જન્મદિવસ પર Shankar Singh Vaghela શુ કોંગ્રેસ છોડવાનું એલાન કરશે ? સૌની નજર આજની તેમની પ્રેસ કોન્ફરેંસ પર

અમદાવાદ., શુક્રવાર, 21 જુલાઈ 2017 (10:22 IST)

Widgets Magazine
vaghela

 લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા આજે પાર્ટી છોડવાનું એલાન કરી શકે છે. આજે તેમનો છે અને આ અવસરનો તેઓ શક્તિ પ્રદર્શનના રૂપમાં ફાયદો ઉઠાવવા મનગે છે. ગાંધીનગરમાં વાઘેલા પોતાના સમર્થકોની વચ્ચે હશે. આ પહેલા ગુરૂવારે તેઓ દિલ્હીમાં હતા. તેમના આ પ્રવાસને કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ બનાવવાની રણનીતિના રૂપમાં જોવાય રહી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને વાઘેલા ઈચ્છે છે કે પાર્ટી તેમને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દે. પણ ગુજરાત કોંગ્રેસ આ વાતને લઈને બે જૂથમાં વહેંચાઈ ગયુ છે. શંકર સિંહ વાઘેલા વિરુદ્ધ  ભરત સિંહ સોલંકી  
 
ગયા મહિને ભાજપામાં ઘર વાપસીની અટકળોને વિરામ આપતા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ બીજેપીમાં જઈ રહ્યા નથી.  પણ તેમને પાર્ટીની કાર્ય પ્રણાલીને લઈને આક્રોશ બતાવ્યો હતો. શંકર સિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે  જો પાર્ટી નેતૃત્વ ગુજરાતમાં આ પ્રકારના આત્મઘાતી માર્ગ પર ચાલશે તો તે તેમની પાછળ નહી જાય.  વાઘેલાએ એ પણ કહ્યુ હતુ કે તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીની જરૂર વિશે પોતાની વાત મુકી છે પણ રાજ્યના અન્ય નેતા તેમને કોંગ્રેસમાંથી બહાર કરવા માટે કામ કરી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષના અંતમા ચૂંટણી થવાની છે. કોંગ્રેસ નેતૃત્વને આડે હાથે લેતા દૂરદર્શિતાનો અભાવ હોવાની વાત કરી હતી. ઉલ્લેખની છે કે પાર્ટી પ્રમુખે તેમને આગામી ચૂંટણી પહેલા પૂરી છૂટ આપવાની વાતને નકારી દીધી હતી. 
 
વાઘેલાએ કહ્યુ હતુ કે પાર્ટીને મારી ફરિયાદ એ છે કે તેમને ગુજરત ચૂંટણીમાં જીત મેળવવા માટે કોઈ  યોજના બનાવી નથી. જ્યારે કે અમને ખબર છે કે તેમા(ચૂંટણીમાં)  એક મહિનાનુ પણ મોડુ નહી થાય. વરિષ્ઠોમાં દૂરદર્શિતાનો અભાવ છે. તેમને ખબર નથી કે શુ થવાનુ છે. વાઘેલાએ કહ્યુ તમે આત્મહત્યાના માર્ગ પર વધી રહ્યા છો. આગળ ખૂબ મોટો ખાડો છે. તમારે પડવુ જ છે તો આગળ વધો.. હુ આ માર્ગ પર તમારી પાછળ નહી આવુ.. 
 
શંકર સિંહ વાઘેલા શુ નિર્ણય લેશે તેની જાણ તો આજે તેમના બપોરે 2 વાગ્યાના પ્રેસ કોન્ફરેંસ પછી જ જાણ થશે.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વીડિયો - આ પાલતૂ અજગર રોજ રાત્રે મહિલાને લપેટાઈને સૂતો હતો..ડોક્ટરે હકીકત બતાવી તો મહિલાના ઉડી ગયા હોશ

એક મહિલા એવી પણ છે જેણે સાંપને મિત્ર બનાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવતીએ પોતે પોતાના ...

news

14 વર્ષની બાળકીને નહાતા સમયે mobile ઉપયોગ કરવું પડયું ભારે ...

ફોનને લઈને લોકોના વચ્ચે આ રીતે દીવાન થઈ ગયા છે કે એ એક સેકડ માટે ફોન નહી મૂકતા. અહીં ...

news

રામનાથ કોવિંદ - દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે કોવિંદ, 66% મળ્યા વોટ

રામનાથ કોવિંદ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદે યૂપીએની પ્રત્યાશી ...

news

Proઅફઘાનિસ્તાનની નઝીફાને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાન આપ્યાં

ગુજરાત મેડિકલ ટૂરિઝમ માટે હબ બન્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી દર્દીઓ ગુજરાતમાં સારવાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine