હવે ગુજરાતમાં કોણ બનશે મુખ્યપ્રધાન, કોણ છે સત્તાની સીટ હાંસલ કરવામાં આગળ

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (11:31 IST)

Widgets Magazine


ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વિજયના માર્ગમાં કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બદલાયેલા અવતારે અનેક મુસીબતો ઉભી કરી અને કદાચ એ જ કારણે ભાજપને ૧૦૦થી ઓછી બેઠકથી સંતોષ માનવો પડયો. હવે ચૂંટણી પણ પુરી થઈ ગઈ છે અને સરકાર પણ બહુમતી પ્રાપ્ત કરી ચુકી છે ત્યારે ચર્ચાઓ એવી છે કે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? ભાજપના નજીકના સુત્રોનુ માનીએ તો રાજયમાં વિજય રૂપાણીના સ્થાને કોઇ બીજા વ્યકિતને આ પદ મળી શકે છે. મળતી માહિતી અનુસાર પક્ષને એક એવો ચહેરો જોઇએ છે જે પીએમ મોદીની લોકપ્રિયતાની બરાબરી ભલે કરી ન શકે પરંતુ ગુજરાતમાં ભાજપે જે વિકાસનો ભરોસો અપાવ્યો છે તે પુરો કરી શકે એટલુ જ નહી પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરે અને સાથોસાથ ભાજપના નેતાઓને સંગઠીત કરવામાં પણ સક્ષમ બને જે આ ચૂંટણીમાં અલગ-ઠલગ જોવા મળ્યા હતા.

cm of gujarat

મુખ્યમંત્રી પદની રેસમાં રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અને પરિવહન અને રાજમાર્ગ-શીપીંગ રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ પણ આગળ છે.આ દોડમાં સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી આગળ છે. મજબુત નેતૃત્વમાં પારંગત અને ગુજરાતી ભાષાની જાણકાર હોવાની સાથે તેઓ પીએમની સૌથી નજીક છે.   બીજાક્રમે રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ છે. માંડવીયા પાટીદાર હોવાની સાથે-સાથે ખેડુત અને જમીન સાથે જોડાયેલા નેતાઓમાં સામેલ છે. ત્રીજાક્રમે વજુભાઇ વાળાનુ નામ આવે છે તેઓ અત્યારે કર્ણાટકના રાજયપાલ છે. સંગઠનના જાણકાર અને સૌરાષ્ટ્રમાં સારી એવી પકડ ધરાવતા વજુભાઇના નામ પણ મહોર લાગી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ પણ ખેડુત છે અને સંગઠન ઉપર તાકાત ધરાવી શકે છે તેઓ પણ જમીન સાથે જોડાયેલા નેતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોણ બનશે મુખ્યપ્રધાન સત્તાની સીટ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Gujarat Assembly Election 2017 Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Opinion Poll Gujarat Vidhana Sabha Election Result

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં કોંગ્રેસને ચાર બેઠકો મળતાં હાશકારો

અમદાવાદ શહેરની 16 બેઠકોમાંથી કોંગ્રેસેને ચાર બેઠકો મળી છે જ્યારે 12 બેઠકો ભાજપને ફાળે ગઇ ...

news

Gujarat Election Result - ગુજરાતમાં 5મી વાર ભગવો લહેરાવ્યો, કોંગ્રેસે પણ આપી બરાબરીની ટક્કર

Gujarat Election Result - ગુજરાતમાં 5મી વાર ભગવો લહેરાવ્યો, કોંગ્રેસે પણ આપી ટક્કર

news

હાર્દિકની સભામાં ઉમટી પડેલા લોકોએ વોટ તો છેવટે ભાજપને જ આપ્યો? અમદાવાદ અને વડોદરાની સીટોના પરિણામ પરથી ખબર પડે

ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં અણધાર્યું પરિણામ લાવી શકે તેવું જો કોઈ સૌથી મોટું કોઈ ફેક્ટર ...

news

ગુજરાતમાં ભાજપની જીત છતાં હાર, કોંગ્રેસની જબરદસ્ત ટક્કર

ગુજરાતની જનતાએ આખરે પુનરાવર્તનને જાકારો આપ્યો હોવા છતાં રાજ્યમાં ફરી ભગવો લહેરાયો પરંતુ આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine