Widgets Magazine
Widgets Magazine

શંકરસિંહ અને ગેહલોતની અંગત મીટિંગે અનેક અટકળોને વેગ આપ્યો

શનિવાર, 10 જૂન 2017 (14:50 IST)

Widgets Magazine

vaghela and gehlot

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે  મીટીંગ થતા અનેક પ્રકારની અટકળો પ્રકાશમાં આવી છે.  ચર્ચા મુજબ શંકરસિંહ વાઘેલાએ તેમને ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવાની અને ઉમેદવારોની પસંદગી કરવામાં પૂરેપૂરી છૂટ આપવાની માંગ કરી છે. આ અઠવાડિયે રાહુલ ગાંધીની મીટીંગ સહિત કોંગ્રેસની અનેક ઇવેન્ટમાં ગેરહાજર રહીને શંકરસિંહ વાઘેલાએ પોતાની નારાજગી જાહેરમાં પણ વ્યક્ત કરી દીધી છે.

વાઘેલા રાત્રે 9 વાગ્યે સર્કિટ હાઉસ ગહેલોતને મળવા ગયા હતા. તેમની વચ્ચે આ મીટીંગ લગભગ 30 મિનિટ ચાલી હતી. વાઘેલાએ જો કે મીટીંગમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ બાપુની નજીકના સૂત્રોએ જણાવ્યા મુજબ ગહેલોતે બાપુને ધરપત આપી છે કે તેઓ તેમની લાગણી પાર્ટીના હાઈ કમાન્ડ સુધી જરૂર પહોંચાડશે.  ગહેલોતે શરૂઆતમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પ્રકારના પ્રેશરને આધીન નહિં થાય અને તેઓ ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન નહિં આપે. તેમણે જણાવ્યું, “અમે જીત મેળવી શકે તેવા ઉમેદવારોને જ ટીકિટ આપીશું.” મધ્યપ્રદેશમાં વિરોધ કરતા ખેડૂતો પર ફાયરિંગની ટીકા કરતા ગેહલોતે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન તરીકે તમે જુદા જુદા માપદંડ ન રાખી શકો. ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની લોન માફ કરો તો તમારે બીજા રાજ્યોમાં પણ કરવી જોઈએ.” મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર કેતન પટેલના પરિવારની મુલાકાત લેનાર ગહેલોતે આ અંગે સીબીઆઈ ઇન્ક્વાયરીની પણ માંગ કરી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર .રાહુલ ગાંધી .vaghela Gehlot Meet. ગુજરાત સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કેતન પટેલના અપમૃત્યુ કેસમાં પાટીદારોએ મુંડન કરાવ્યું

પાટીદાર યુવાન કેતન પટેલના મૃત્યુ બાદ મામલો વધારે બીચક્યો છે. સમાજિક આંદોલનના આગેવાનો હવે ...

news

આ છે Internetની મોસ્ટ પૉપુલર Hottest મૉડલ્સ, તમે જોતા જ રહી જશો (ફોટા)

ઈંટરનેટ કોઈને પણ પૉપુલર અને ફેમસ થવા માટે એક ખૂબ જ સારુ પ્લેટફોર્મ છે. જ્યા સામાન્ય માણસ ...

news

Mahatma Gandhi પર બોલ્યા અમિત શાહ - ખૂબ ચતુર વાણિયો હતો !!

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના રાયપુર મુલાકાતમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ...

news

પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ ભીંતપત્રોના સુવાક્યો પર કૂચડા માર્યા

પાલનપુર શહેરમાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા શખસો દ્વારા જાહેર માર્ગની દીવાલો, જોરાવર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine