બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 21 એપ્રિલ 2017 (13:00 IST)

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, સોમનાથમાં ભાજપ પ્રદેશ કારોબારી, શાહની હાજરીમાં 150ની ઘડાશે રણનીતિ

આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલુ થઇ ગઇ છે. યુપીના વિજય બાદ ગુજરાતમાં પણ ચૂંટણીમાં વિજય મેળવવાની તૈયારી ચાલી રહી છે. યુપીમાં 300 પ્લસ બેઠક મળી છે. હવે ગુજરાતમાં 150 પ્લસ બેઠક મેળવવાનાં લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા પ્રદેશ કારોબારી મળનાર છે. જેનો આજથી સોમનાથમાં પ્રારંભ થશે. બે દિવસીય બેઠકને લઇ ગુજરાતભરમાંથી ભાજપનાં નેતાઓ સોમનાથ પહોંચી ગયા છે. આજે બપોરનાં કારોબારીનો પ્રારંભ થશે. જેમાં અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં હાજર રહેશ. ભાજપની પ્રદેશ કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકનો સંકલ્પ લેવામાં અવાશે. આ ઉપરાંત આજે સાંજનાં સોમનાથ મંદિરમાં કમલ પુજા કરવામાં આવશે. સોમનાથમાં પ્રદેશ કારોબારીને લઇને ભાજપ મય માહોલ બન્યો છે.

સોમનાથ મંદિરનાં ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે પ્રારંભ કરાવશે. અમિતાભ બચ્ચનનાં વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. અગાઉ વર્ષ 2003માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે બંધ થતાં ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન અંતર્ગત લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ શોમાં ૩ડી પ્રોજેક્સન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટનો છે.