શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (13:41 IST)

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ગુજરાતમાં ધામા નાંખવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હાલમાં 75 વર્ષ પુરાં કરી ચૂકેલા નેતાઓમાં ફરીથી પ્રાણ ફૂંકાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભોપાલ ખાતેની સભામાં જે 75 વર્ષની નિવૃત્તિને લઈને નિવેદન આપ્યું તેનાથી સમીકરણો પણ બદલાઈ શકે છે. હવે ભાજપમાં કોઈ કદાવર નેતા ના હોવાથી ચૂંટણી ભલે રૂપાણીના નેતૃત્વમાં લડાય પણ સવાલ ત્યાં છે કે તેઓ રીપીટ નહીં થઈ શકે, કારણ કે પાટીદાર સમાજને મનાવવા માટે ફરીવાર આનંદીબેનનો સીએમ પદ માટે ઉપયોગ થઈ શકે છે. અથવા તો મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ગુજરાતની વહુના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. એવા મત સાથે ભાજપ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પણ કરશે. તો બીજી બાજુ સંઘની વાત આવે ત્યારે સંઘના ટોતના નેતા સંજય જોશી પણ હવે આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આમતો ગુજરાતમાં કોઈ બહારનો નેતા કે પક્ષ ક્યારેય ચાલ્યો નથી પણ હવે ભાજપ આ નવો ચીલો ચીતરે એમાં કોઈ નવાઈ નથી.