શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (17:54 IST)

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ગેહલોતની બેઠકમાં ચર્ચા, સરકાર બનશે તો કોંગ્રેસ OBCમાંથી CM બનાવી શકે

gehlot and khdge
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે, જો ગુજરાતમાં કોંગ્રસની સરકાર બનશે તો OBC જ્ઞાતિમાંથી મુખ્યમંત્રી બનાવાશે. વધુમાં સુત્રો એવું પણ જણાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં આ વખતે સરકાર બનશે તો SC,ST અથવા તો લઘુમતિ સમાજમાંથી ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવશે. 
 
ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહી છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. 
 
2017 કરતાં આ વખતે મતદાનમાં ઘટાડો થયો 
ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું  મતદાન યોજાયું હતું. વર્ષ 2017ની ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે. ત્યારે પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે નક્કી કરી લીધું છે. 
 
સરેરાશ 60.35 ટકા મતદાન
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 60.35 ટકા મતદાન નોંધાયું છે. જેને લઇને આ બેઠક પરના 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઈ ચૂક્યું છે.