ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 2 નવેમ્બર 2022 (09:56 IST)

ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે, આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

amit shah
આગામી બે દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. મોરબી હોનારતને પગલે એક દિવસના રાજ્ય વ્યાપી રાજકીય શોક જાહેર થયો હોવાથી પ્રદેશ ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક પહેલાં ભાજપના સંગઠનના કાર્યક્રમો અને બેઠકો માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજ કાલમાં ચૂંટણીની જાહેરાત કરે તેવુ રાજકીય પક્ષોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાત આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે.ચૂંટણી પહેલાં ભાજપે 182 બેઠકોમાં ઉમેદવારો શોધવા કરેલી સેન્સ પ્રક્રિયામાં 3500થી વધુ દાવેદારોની છટણી ભાજપના નિરીક્ષકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના બેઠકદીઠ અહેવાલો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને પહોંચાડી દેવામાં આવ્યાં છે. પ્રદેશ બોર્ડની ત્રણ દિવસની બેઠકમાં એક બેઠક પર જીતી શકે તેવા પાંચ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જેના આધારે ચૂંટણમાં ટિકીટ ફાળવવામાં આવશે.ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાત આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આગામી દિવસોમાં ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બરને બદલે ત્રીજી નવેમ્બરે બપોર પછી જાહેર થાય તેવી શક્યતા છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર બપોર બાદ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ચૂંટણી જાહેર કરશે જેમાં મતદાન અને મતગણતરીની તારીખ સહિતની ઘોષણા થશે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે. મતગણતરી હિમાચલ પ્રદેશની મત ગણતરીના દિવસે જ એટલે કે 8 ડિસેમ્બરે થશે.ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ઉમેદવારોના નામ નક્કી થાય છે. આ રીતે જોઇએ તો બન્ને તબક્કામાં ઉમેદવારોને પોતાના પ્રચાર માટે પંદર દિવસ કે તેથી ઓછો સમય મળશે. જો કે ચૂંટણી પંચ પોતે જ ચૂંટણીના જાહેરનામાંથી લઇને મતદાનની તારીખ વચ્ચે 21 દિવસનો સમય રાખવાના સિદ્ધાંતમાં માને છે.8 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ જાય તે પછી 16 ડિસેમ્બરથી કમૂરતા બેસી જાય છે. આમ ગુજરાતમાં નવી ચૂંટાનારી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરની આસપાસ થઇ શકે છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ તેઓ પોતાના મંત્રીમંડળના સભ્યોનું ચયન કરીને તેમની શપથવિધી પણ ઝડપથી આટોપી લેશે.