ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 20 નવેમ્બર 2022 (10:03 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાત ચૂંટણીમાં આ વખત લગભગ અડધા મતદારોની ઉંમર 40થી ઓછી

જોકે, આ વખત નવા વોટરોની સંખ્યામાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખત કુલ માન્ય વોટરો પૈકી લગભગ અડધાની ઉંમર 40 કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે.
 
જોકે, આ વખત નવા વોટરોની સંખ્યામાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું છે. નોંધનીય છે કે પાછલાં દસ વર્ષથી દરેક ચૂંટણીમાં નવા વોટરોની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે.
 
ચૂંટણીપંચ દ્વારા શૅર કરાયેલ તાજેતરના ડેટા અનુસાર 4.9 કરોડ નોંધાયેલ મતદારો પૈકી 2.35 કરોડની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે. નોંધનીય છેકે આમાં 11.74 લાખ નવા મતદારો પણ સામેલ છે. જે વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં નોંધાયેલ નવા મતદારોની સંખ્યા કરતાં ઓછી સંખ્યા છે.
 
40 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા મતદારોમાંથી 30-39ના વયજૂથમાં આવતા 1.21 કરોડ મતદારો છે.