શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

નરેન્દ્ર મોદી મણિનગરથી ઊભા રહ્યા

મોદીની સામે કોંગ્રેસે દિનશા પટેલ ઊભા કર્યા

PTIPTI

અમદાવાદ (ભાષા) ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે મણિનગર વિધાનસભાની સીટ માટે મઘ્ય અમદાવાદમાં ઉમેદવારી પત્રક ભરી દીધું છે. જ્યારે કોંગ્રેસે મણિનગરની સીટ પર મોદીની સામે યુદ્ધે ચઢવા પક્ષના લોકપ્રિય અને કલીન ઈમેજ ધરાવતા યુનિયન મંત્રી દિનશા પટેલને મુકીને બધાને ચોકાવી દીધા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉમેદવારી પત્રક ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન મોદીએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણી અલગ છે. સામાન્ય રીતે ચૂંટણી માટેના એજન્ડાઓ રાજકીય પક્ષો કે માઘ્યમો નકકી કરતા હોય છે જયારે આ વખતે કોઈ પક્ષ કે માઘ્યમો નહીં પરંતુ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા નિણર્ય કરશે. રાજયના લોકો વિકાસ ઇચ્છે છે અને હું ખાતરી આપુ છું કે, વિકસીત દેશોમાં જે વિકાસનું લેવલ જોવા મળે છે તે લેવલ ગુજરાતમાં પણ જોવા મળશે.
PTIPTI

આત્મવિશ્વાસથી વાત કરતા મોદીએ કહ્યું કે 2002માં જયારે હું ચૂંટણી લડયો હતો ત્યારે અનેક લોકો મારા કામ અને મારાથી માહિતગાર ન્હોતાં. પરંતુ હવે લોકોએ મારું કામ જોયું છે અને મારા અંગે તેઓને કોઈ શંકા પણ નથી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, લોકશાહીથી થતી ચૂંટણીઓ એક તહેવાર જેવી હોય છે. અમે સૌ કોઈ લોકશાહીના તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ. મોદી જયારે ઉમેદવારી પત્રક ભરવા ગયા ત્યારે તેમની સાથે સ્ટેટ યુનિટ ભાજપ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ હરિન પાઠક હાજર હતાં.
PTIPTI

પાંચ વર્ષ પહેલા થયેલા ગોધરાકાંડનું ભૂત નરેન્દ્ર મોદી સામે અત્યારે પણ ધૂણી રહ્યું છે. મણિનગરની બેઠક માટે નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસના દિનશા પટેલે ઉમેદવારી નોંધાવી છે. દિનશા પટેલના ઉમેદવારી નોંધાવાની સાથે મણિનગરની બેઠક ભાજપ માટે એકપક્ષીય ચૂંટણી બની રહેશે નહીં તેવા એંધાણો વર્તાઈ આવે છે.