પનામા પેપર લીક પ્રકરણમાં ગુજરાતી ધનકુબેરોની વિગતો CBDTમાં પહોંચી ?

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:16 IST)

Widgets Magazine


નામે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા કેસમાં દેશના ઘણા ધનકુબેરોએ પોતાના નાણાં ટેક્સ હેવન દેશોમાં રોક્યા હોવાના નાન ખુલ્યા હતા. આ કેસમાં ગુજરાતના પણ 18 મોટા માથાઓના નામ બહાર આવ્યા હતા. આ તમામ પાસેથી આયકર વિભાગની ટીમે તેમના દેશના અને વિદેશના બેંક એકાઉન્ટની વિગતો માંગી હતી. સાથે સાથે વડોદરના ત્રણ ધનકુબેરોને ત્યાં દરોડા પણ પાડ્યા હતા. જોકે હાલ તો ઈન્વેસ્ટિગેશન વિંગે તમામ લોકોના નિવેદનો લઈ તેમની વિગતોનો રિપોર્ટ તૈયાર કરી સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) સમક્ષ રજૂ કરી દીધો છે. પનામાં પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામ ખૂલ્યા હતા તેમની આયકર વિભાગ દ્વારા ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તેમના રિપોર્ટ નીલ મળ્યા હતા. જોકે પાછળથી તેમાં વધુ 10 નામ ઉમેરાયા હતા.આ તમામ લોકો પર વોચ રાખી રહેલી આયકર વિભાગની ટીમે વડોદરાના ત્રણ મોટા માથાઓના ત્યાં દરોડા પાડ્યા હતા. જેમની ગુજરાત બહારની સાઇટ અને ઓફિસો ઉપર પણ સર્ચ કરવામાં આવ્યું હતું. તપાસમાં તેમના વિદેશના બેંક એકાન્ટસની પણ ઘણી વિગતો સામે આવી હતી. તમામ વિગતો અને જરૂરી દસ્તાવેજો સહિતનો ગુપ્ત રીપોર્ટ તૈયાર કરી દિલ્હી સીબીડીટી ખાતે સબમીટ કરી દેવામાં આવ્યો છે. આ લોકોના પાસપોર્ટ અને વિદેશ પ્રવાસોની વિગતો પણ ચેક કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યભરમાં આયકર વિભાગની ટીમે જ્વેલર્સ અને ઝવેરીઓ ઉપરાંત મોટા બિલ્ડરોને ત્યાં મેગા સર્ચ શરૂ કર્યું છે. જેમાં ઘણા શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારો મળી આવ્યા છે. આયકર વિભાગની ટીમે આ તમામ વ્યવહારો અને દસ્તાવોજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવે તેવી સંભાવના હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. સાથે સાથે નાણાં મંત્રાલય દ્વારા દેશભરના આયકર વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેમના પેન્ડિંગ કેસોના એસેસમેન્ટ પૂરા કરી આગામી દિવસોમાં મોટા દરોડા માટે તૈયારીઓ શરૂ કરે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટબંધી કાળાનાણાને ખતમ કરવા નહી પણ ઈમાનદાર ગરીબ લોકોને પરેશાન કરવા માટે છે - રાહુલનો મોદી પર આક્ષેપ

નોટબંધી પછી રાહુલ ખૂબ આક્રમક બન્યા છે. આજની સભામાં પણ તેમનો આક્રમક મિજાજ દેખાય તેવા અણસાર ...

news

રાહુલ ગાંધી ગુજરાતમાં, ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યાં

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઊંઝા આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું ...

news

ક્રિસમસનું વેકેશન ગુજરાત ટુરિઝમમાં 65 ટકા પ્રવાસીઓ ઘટ્યાં

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને ૪૨ દિવસ પૂરા થયા છે છતાં અનેક ક્ષેત્રો ...

news

જાણો 500 અને 2000ના નવા નોટ છાપવામાં કેલું ખર્ચ આવે છે RBI

નોટબંદી પછી છપાઈ રહ્યા 500 અને 2000ના નવા નોટ માટે ભારતીય રિજર્વ બેંક કેટ્લું ભુગતાન કરે ...

Widgets Magazine