ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

કેવા વસ્ત્રો સારા લાગશે પુરૂષોને...

W.D

ગ્લેમર અને ફેશન હવે જેટલી મહિલાઓને આકર્ષિત કરે છે તેટલા જ પુરૂષોને પણ આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે ગ્લેમર વર્લ્ડ સિવાય સામન્ય જીંદગીમાં પણ પુરૂષ ઉત્સવ હોય કે ઓફીસ પોતાની પ્રસ્તુતિકરણ પર ધ્યાન આપવા લાગ્યા છે. હવે વિવાહ કે ઉત્સવની અંદર ફક્ત મુરતિયો જ નહિ પરંતુ તેનો મિત્ર કે ભાઈ પણ શાનદાર શેરવાનીની અંદર જોવા મળશે.

સુટ-બુટની એકરસતાથી દૂર હવે નવો ટ્રેંડ છે એથનિક ડ્રેસિસનો. તહેવાર અને વિવાહ જેવા અવસરો માટે શેરવાની પુરૂષોનું મનપસંદ પરિધાન બની ગઈ છે. આ પરિધાનને નવા પ્રયોગોની સાથે રેંપ પર ઉતારવામાં આવી રહી છે. સ્વાભાવિક છે આના પ્રચારનું મુખ્ય કારણ નાનો-મોટો પડદો જ છે. ખાસ રીતે પાછલા સમયની અંદર રીલિઝ થયેલ રણવીર કપુર, શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને રિતિક જેવા હોટ હંક્સે જ્યારે શેરવાનીને પોતાના શરીર પર સજાવી ત્યારે યુવતીઓ તેમના નવા અંદાજ પર મોહીત થઈ ગઈ અને યુવકો શેરવાની પર. હવે લગ્ન, પાર્ટી કે કોલેજના ફંક્શન સુધીમાં યુવાનો શેરવાનીમાં જોવા મળશે. પોતાના લગ્ન માટે પણ હવે તો યુવાનો શુટની જગ્યાએ શેરવાની પસંદ કરે છે.

હકીકતમાં શેરવાની વિવિધ પ્રયોગો સિવાય ટ્રેડિશનલ ટચ પણ આપે છે. તેથી જ લગ્ન જેવા અવસરો પર તેની પસંદગી કરાય છે. સિલ્કથી લઈને કોટન સુધી અને રેશમથી લઈને જરદોષી સુધી તમે જેવી ઈચ્છતા હોય તેવી શેરવાનીની પસંદગી કરી શકો છો. આની સાથે સુંદર અને પારંપરિક મોજડી, સ્ટોલ કે દુપટ્ટો, સુંદર બાંધણી અથવા પ્લેનમાં એક પાગડી, માથા પર કુંદનનો ચાંલ્લો અને ગળામાં લાબી માળા એકદમ રાજસી લુક આપે છે.

શેરવાની સિમ્પલ અને હેવી બંને લુકમાં મળે છે. જો તમે ઈચ્છતાં હોય તો પ્યોર કોટનની સાદી શેરવાની પસંદ કરી શકો છો કે પછી હેવી એમ્રોડરી, લેસ, સ્ટોન, મીના વગેરેથી શણગારેલી શેરવાની પણ પસંદ કરી શકો છો. ફક્ત આટલુ જ નહિ આજકાલ તો શેરવાની સાથે મેચિંગમાં પાઘડી અને મોજડી પણ મળે છે. વળી પુરૂષો માટે બુટિક પણ મનપસંદ અને તમારા બજેટમાં શેરવાનીનો આખો સેટ બનાવીને આપે છે. તો પછી વાર શેની? તમે મુરતિયો હોય કે તેનો દોસ્ત બસ મનગમતી શેરવાનીમાં થઈ જાવ તૈયાર.