ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By

પુરતી ઉંઘ બનાવશે વધારે સુંદર

સારા ભોજનનો સંબંધ સારી ઉંઘ સાથે પણ છે અને અને સારી ઉંઘનો સંબંધ સુંદરતા સાથે. પુરતી ઉંઘ તમને સુંદર બનાવશે. ઉંઘ ન આવવી એક બિમારી છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિ સારી રીતે ઉંઘ નથી લઈ શકતો. 

તે થોડાક અવાજ અને અજવાળાથી પણ જાગી જાય છે. તેના લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સારી સેહત માટે વ્યક્તિની ઉંઘ પણ પુરી થવી જરૂરી છે. ઘણાં લોકો ઉંઘ ન આવવાને લીધે ઉંઘની ગોળીઓ પણ લે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સિદ્ધ થઈ શકે છે.

ઉંઘને લીધે શારીરિક અને માનસિક થકાવટ દૂર થાય છે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછા સાતથી આઠ કલાક ઉંઘવું જરૂરી છે. સારી ઉંઘ આવવાને લીધે વ્યક્તિ એકદમ ફ્રેશનેસ અનુભવે છે. સાથે સાથે તેને નવી સ્ફૂર્તિનો અહેસાસ પણ થાય છે.

ઉંઘ ન આવવાના મુખ્ય કારણ માનસિક તણાવ, ક્રોધ, ચિંતા, વધારે પડતી ઉત્તેજના, કબજીયાત, ધૂમ્રપાન, ચા-કોફીનું વધારે પડતું સેવન, આવશ્યકતા કરતાં વધારે જમવાનું કે વધારે પડતાં મસાલેદાર ભોજનનું સેવન કરવું.

અનિંદ્રામાં આહારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નવી શોધોને લીધે તે જાણવા મળ્યું છે કે સંતુલિત આહરનું સેવન કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યાને ઘણી હદે ઓછી કરી શકાય છે.

ભોજનમાં વધારે પડતાં તેલનું ભોજન, ખાંડ, મેંદો, ચરબીયુક્ત પદાર્થ, ગરમ મસાલા તેમજ વધારે પડતાં તેજ મસાલા, ચા-કોફી, ચોકલેટ, ઠંડા પીણા, આલ્કોહોલ વગેરેનું સેવન ન કરશો.

તમારા ભોજનની અંદર ફણગાવેલ અનાજ, દહી, દૂધ, તાજા ફળ, લીલા પાંદડાવાળી શાકભાજી, સલાડ વગેરે અવશ્ય લો.