શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

કેટરીનાની સુદરતાનું રહસ્ય

N.D

કેટરીના કેફની સુંદરતાની ચર્ચા તો ચારે તરફ છે પરંતુ તેમની આ સુંદરતાના રહસ્યને થોડાક જ લોકો જાણે છે. તો આવો જાણીએ સ્વયં કેટરીનાના મુખે કે તે તેનું સૌદર્ય જાળવી રાખવા માટે શું કરે છે?

મારો દિવસ શરૂ થાય છે હલ્કાં ફુલ્કાં નાસ્તાથી. આની અંદર હુ પપૈયા અને તડબુચનું સેવન કરૂ છું. લંચ પર હું ઘણી બધી શાકભાજી ખાઉ છું, બે રોટલી અને દહી પણ લઉ છું. ક્યારેક ક્યારેક પાસ્તા પણ ખાઈ લઉં છું. રાત્રે ઘરે બનાવેલ સાદુ ભોજન જ લઉં છું. આમ તો મને ઈટાલીયન અને ચાઈનીઝ પણ પસંદ છે પરંતુ હું આવા પ્રકારના ભોજની અતિશયોક્તિ નથી કરતી. જે દિવસે હું નિયમ કરતાં વધારે ખાઈ લઉં છું તે દિવસે વધારે વ્યાયામ કરીને હીસાબ બરાબર કરી લઉં છું. હું એક દિવસ છોડીને યોગ જરૂર કરૂ છું.

દરેક ફિલ્મમાં કોઈને કોઈ રોલ માટે વજન ખુબ જ ઝડપથી વધારવું પડે છે અને ઘટાડવું પણ પડે છે. આવી સ્થિતિમાં હું સારા ડાયેટીશિયનની સલાહ લઉં છું. મારૂ માનવું છે કે શરીર ફીટ અને મન શાંત હશે તો જ તમે સેહતમંદ રહી શકી છો.