શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર દ્વારા વાળને સુધારો

N.D

જો તમે રૂખા, તૈલીય, સુકા અને ડેંડ્રફવાળા વાળથી હેરાન હોય તો તેને માટે અહીં કેટલાક નુસખા આપેલ છે તે અજમાવી જુઓ.

* સુકા અને વાંકળીયા વાળ માટે- બે ચમચી મધ, બે ચમચી જૈતુનનું તેલ, બે ઈંડા અને એક ચમચી ગ્લીસરીન. આ બધી જ વસ્તુઓને ભેગી કરીને 30 મિનિટ સુધી વાળની અંદર લગાવી રાખો અને ત્યાર બાદ શેમ્પુથી ધોઈ લો. ત્યાર બાદ જુઓ તમારા વાળ કેટલક સિલ્કી અને મુલાયમ થઈ જશે.

* તૈલીય વાળ માટે- ત્રણ ચમચી લોટ, 10 પીસેલી સ્ટ્રોબેરી, બે ચમચી આમળા, એક ચમચી સફેદ વિનેગર. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને વાળમાં લગાવીને 40 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેનાથી વાળ ચમકી ઉઠશે.

* ડેંડ્રફવાળા વાળ માટે- નવાયા નવાયા નારિયેળના તેલથી વાળને માલિશ કરો. તેમજ લીંબુના રસને વાળના મૂળમાં લગાવી લો. સાથે સાથે 50 ગ્રામ મેથીના દાણા, બે ઈંડાની સાથે ભેળવીને પેસ્ટ બનાવી લો. તેને 45 મિનિટ સુધી વાળના મૂળમાં લગાવીને ધોઈ લો. આનાથી ખુબ જ સરળતાથી ખોડાથી છુટકારો મળી જશે.

* ખરતાં વાળ માટે- બે ચમચી કેસ્ટર ઓઈલ, બે ચમચી આમળા, બે ચમચી શિકાકાઈ, બે ચમચી અરીઠાનો પાવડર, બે ચમચી ઈંડા, બે ચમચી મેથીના દાણા, બે ચમચી લીમડાના પાનની પેસ્ટ. આ બધી જ સામગ્રીને ભેળવીને વાળના મૂળમાં લગાવીને 45 મિનિટ રહેવા દઈ વાળને શેમ્પુથી ધોઈ લો.

* ગરમીમાં વાળની સંભાળ- બે ઈંડા, એક કપ રમ, એક કપ ગુલાબજળ. ઈંડા અને રમને ગુલાબજળમાં ભેળવીને વાળમાં 15 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ શેમ્પુથી ધોઈ લો.

* વાળને કાળા કરવા માટે- છ મોસંબીની છાલ, એક કપ સનફ્લાવર તેલ,એક કપ આમળા પાવડરને લોખંડના વાટકામાં પલાળીને 15 દિવસ સુધી રહેવા દો. આ પેસ્ટને વાળની અંદર લગાવતાં પહેલાં વાળમાં સારી રીતે તેલ લગાવી દો. આ પેસ્ટને સારી રીતે લગાવીને એક કલાક સુધી રહેવા દો. આને અઠવાડિયામાં એક વખત લગાવો ત્યાર બાદ જુઓ તમને વાળ કેટલા ચમકીલા અને સુંદર દેખાશે.