શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ઠંડી અને પાર્ટી

W.D

શિયાળો એક એવી ઋતુ છે કે મેકઅપના નવા નવા પ્રયોગો કરી શકો છો. આ ઋતુમાં ડાર્ક કપડાંની સાથે ડાર્ક મેકઅપ વધારે સારો લાગે છે. તેના માટેની કેટલીક ટીપ્સ અહીં આપીએ છીએ...

* શિયાળામાં ખાસ કરીને રાતની પાર્ટી હોય તો ડાર્ક મેકઅપ વધારે સારો લાગે છે.

* મેકઅપ કરતાં પહેલાં ચહેરાને ક્લીંસીગ મિલ્કથી સાફ કરી લો. ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર લગાવો. ચહેરા પર ક્રિમ ન લગાવશો. કેમકે શિયાળામાં ધૂળ વધારે હોય છે અને ક્રિમને લીધે તે ચહેરા પર ચોટી જાય છે.

* ચહેરા પરના ડાઘ-ધબ્બાને છુપાવવા માટે કંસીલરને બ્રશથી લગાવવાની જગ્યાએ હાથની આંગળીઓ વડે એકસાર કરો.

* એક જ સાથે હાથની અંદર ફાઉંડેશન લઈને આખા ચહેરા પર લગાવવાની જગ્યાએ ચહેરા પર નાના નાના ડોટ કરીને તેને ભીના કોટન વડે ચહેરા પર લગાવવાથી સારી રીતે પ્રસરી જાય છે.

* ફાઉંડેશન બાદ ટ્રાંસ્યૂલેટ પાવડરનો ઉપયોગ કરો તેનાથી ચહેરાનો મેકઅપ સેટ થઈ જાય છે. વધારે પડતાં પાવડરબે બ્રશ વડે દૂર કરી દો.

* બને ત્યાં સુધી પાવડરને ઓછો લગાવો કેમકે તેનાથી ચહેરા પરની સ્કિન રૂખી થઈ જાય છે.

* શિયાળાની અંદર તમે આંખ પરનો મેકઅપ ડાર્ક કરી શકો છો. ડ્રેસને અનુરૂપ મેકઅપ કરો. શિયાળામાં બ્રાઉન, બ્લ્યૂ, ગ્રીન, પર્પલ વગેરે શેડનો ઉપયોગ કરી શકો છો.

* ગ્લેમરસ લુક માટે તમે બે આઈ શેડનો ઉપયોગ કરી શકો છો.

* શિયાળાની અંદર તમે ડાર્ક નીલા, કાળા, બ્રાઉન રંગના આઈ લાઈનર લગાવી શકો છો. આઈલાઈનરને ઉપરની આંખની પલક પર લગાવો. આંખોને થોડીક મોટી અને આકર્ષક બનાવવા માટે બહારની કિનારીઓથી થોડીક બહાર અને નીચેની પલકોની નીચે પણ આઈ લાઈનરની પાતળી રેખા બનાવો.

* જો આંખોની નીચે તમને આઈલાઈનર પસંદ ન હોય તો કાજલ પણ લગાવી શકો છો.

* હવે બ્રશરનો ઉપયોગ કરીને ગાલોને હાઈલાઈટ કરો. આનાથી ચહેરાની લાલીમા પણ વધશે. આને લગાવવા માટે બ્રશનો જ ઉપયોગ કરો. ચીક બોસ પર બ્રશર લગાવતાં કાનપટ્ટી સુધી લગાવો. શિયાળાની અંદર રેડીશ પીંક, બ્રિક રેડ કે રેડિશ બ્રાઉન શેડનો ઉપયોગ કરો.

* મખમલી અનુભવ માટે કોપર અને બ્રોન્જ કલરનો હલ્કો ટચ આપો.

* લિપસ્ટીક લગાવતાં પહેલાં હોઠ પર આઉટ લાઈન લગાવો. લીપ પેંસીલનો કલર લિપસ્ટીક કરતાં એક શેદ ડાર્ક હોવો જોઈએ.

* આ દિવસોમાં ડાર્ક કલરની લીપસ્ટીક વધારે સારી લાગે છે. છેલ્લે હોઠ પર લીપગ્લોસ લગાવવાનું ન ભુલશો. વધારે પડતી લીપસ્ટીકને ટીસ્યુ વડે દુર કરો.