શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ડિઝાઈનર બનાવે શક્ય

N.D

એક જમાનો હતો કે જ્યારે દિકરીના જન્મ થયા બાદ તેની મા તેને માટે દહેજ બનાવવાની શરૂઆત કરી દેતી હતી. અહીંયા સુધી કે તેના લગ્નનો પહેરવેશ પણ પહેલાથી જ તૈયાર કરીને રાખવામાં આવતો હતો. પરંતુ આજે તો જમાનો બદલાઈ ગયો છે. આજની ગોરી આધુનિક થઈ ગઈ છે અને તેના માતા પિતા પણ એવું કઈક કરવા માંગે છે જેમાં તેમની દિકરી સૌથી અલગ જ દેખાય.

હકીકતમાં છોકરીની જીંદગીનો સૌથી ખાસ અવસર લગ્ન જ હોય છે. આજના બદલાતા જતા યુગમાં સૌથી વધારે ચિંતા હોય છે દુલ્હનના કપડાંની. તેની સુટકેસની કે તેની અંદર શું શું મુકીશું.

જો તમે થોડોક ખર્ચો ઉઠાવી શકતાં હોય તો તમારી દિકરીના બધા જ કપડાં, દાગીના અને અન્ય જરૂરીયાતોની બધી જ જવાબદારી ડિઝાઈનરની થઈ જાય છે. તમારૂ બધું જ કામ ડિઝાઈનર્સ કરી દેશે અને તમને તે પણ ચિંતા નહી રહે કે ડ્રેસ અને દાગીના સમયના અનુકૂળ અને દુલ્હનના વ્યક્તિત્વને અનુકૂળ છે કે નહિ.

લગ્નનો જોડો તો ખુબ જ ખાસ હોય છે અને આ જોડા માટે જો થોડુક વધારે ખર્ચ પણ કરવું પડે તો કોઈ જ ખચકાટ પણ નથી થતી. હવે ડિઝાઈનર્સ તે વિચારશે કે લગ્ન રાત્રીના છે કે દિવસના.

તે અનુરૂપ તે સાચો રંગ, શૈલી અને કપડાંઓની પસંદગી કરે છે. દાગીના, મેચિંગ ફુટવિયર્સ, હૈંડબેગ, વ્યક્તિગત વસ્ત્ર વગેરે તે તેને અનુરૂપ જ નક્કી કરે છે. તેમની શાન વધારવા માટે તમે મોંઘી વિદેશી બ્રાંડની સામગ્રીનો પણ ઉપયોગ કરી શકો છો.

આજકાલ છોકરીઓ લગ્નની તારીખ નક્કી થયા બાદ લગ્નની શરૂઆત માટે ફક્ત સારા ડિઝાઈનર્સની શોધ કરે છે. જે તેમને ફેશનેબલ કપડાં તેમના મનગમતી કિંમત પર અપાવી શકે. ત્યાર બાદ તે ડિઝાઈનર્સની જવાબદારી છે કે તે કેવી રીતે અને કઈ વસ્તુની પસંદગી કરે છે.