શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

થ્રેડ લિફ્ટિંગ

W.D

ઘણાં લોકો તેમની ઉંમરના અમુક પડાવ બાદ તે વાતને લઈને હંમેશા ચિંતાતુર રહે છે કે તેમની ચામડી લટકી ગઈ છે. તેની અંદર તે લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ પોતાની ત્વચાની સાર-સંભાળ સારી રીતે કરે છે. પરંતુ ચાલીસથી લઈને પચાસની ઉંમરમાં ચહેરાની ત્વચાનું લટકી પડવું તે સામાન્ય બાબત છે. ચહેરા પર પડતી કરચલીઓને તો તમે છુપાવી શકો છો પરંતુ લચી પડેલી ત્વચાને તમે ગમે તેટલો પ્રયત્ન કરો છતાં પણ છુપાવી શકતાં નથી.

જો ઉંમરની સાથે લટકી ગયેલી ત્વચાને સુધારવા માંગતાં હોત તો તેના માટે એક જ વિકલ્પ છે ફેસ લિફ્ટિંગ. જે લોકો શો બિઝનેસ સાથે જોડાયેલ છે તેમના માટે તો આ ખુબ જ જરૂરી છે. લેઝર કે કેમિકલ પીલથી વાત નથી બનતી અને સદનસીબે જોડાયેલ એક વિકલ્પ આવ્યો છે. તે છે થ્રેડ લિફ્ટીંગ. જે ફેસ લિફ્ટિંગ કરતાં પણ સારા પરિણામ આપે છે.

થ્રેડ લિફ્ટને કંટુર લિફ્ટ કે રશિયન લિફ્ટ પણ કહેવાય છે. આ તેમના માટે વરદાન છે જેઓ પોતાન ચહેરા પર ચપ્પુ અને છરી ચલાવવાથી ડરે છે પછી શલ્યચિકિત્સક ગમે તેટલો કુશલ કેમ ન હોય. સાથે સાથે આની અંદર તે પણ ફાયદો છે કે તકલીફ ઓછી થાય છે અને સાજા થતાં પણ વધું સમય લાગતો નથી.

થ્રેડ લિફ્ટની પ્રક્રિયા ત્વચામાં દોરા દ્વારા થાય છે આ વિશેષ પ્રકારના દોરાની અંદર ખુજ બ નાના હુક લાગેલા હોય છે જે ત્વચાની અંદરના પડ પર સ્થિર થઈને મૃત કોશિકાઓને દૂર કરી દે છે. તેનાથી તે વિસ્તાર ઉંચો થતો જાય છે અને ત્વચા કસાતી જાય છે. આના માટે ત્વચાની અંદર ખુબ જ નાના નાના છીદ્રો થઈ જાય છે અને વિશેષ પ્રકારના દોરાને સોયની મદદ વડે ત્વચાની અંદર પસાર કરવામાં આવે છે. દોરાને ઝીગ ઝેગ પેટર્નમાં નાંખવામાં આવે છે. આ નાના છીદ્રોને પુરાતા વાર નથી લાગતી અને સર્જરી કોઈ પણ પટ્ટી બાંધ્યા વિના અને ઘા વિના પૂર્ણ થઈ જાય છે. આની અંદર બેહોશ કરવામાં આવે છે અને હોસ્પીટલમાં દાખલ થવું જરૂરી છે.

ઘણાં લોકો કફ્ત પાંચ જ દિવસની અંદર પોતાની દિનચર્યામાં પાછા આવી જાય છે પરંતુ મોઢાને વધારે પડતું ખોલવાથી અને ચહેરાની માંસપેશીઓને ખેંચવા જેવી બાબતોથી થોડાક દિવસો સુધી દૂર રહેવું પડે છે. થોડાક દિવસો સુધી સોજા રહી શકે છે પરંતુ તેના માટે બરફનો ફેસપેક લગાવી શકો છો.

આના પરિણામ થોડાક અઠવાડિયા બાદ જ જોવા મળી શકે છે. ત્વચાની અંદર પ્રાકૃતિક કોલેજન બનવા લાગે છે અને દોરાની આસપાસ ભેગો થઈને તેને સ્થાયી બનાવી દે છે. અંટે ફેસલિફ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે.

આ સર્જરીનો ઉપયોગ સાહીઠ વર્ષના લોકો પર પણ કરવામાં આવે છે અને આ યોગ્ય સાબિત થઈ છે. પરંતુ જો તમારી ઉંમર આનાથી પણ વધારે હોય તો પણ તમે આ સર્જરી કરાવી શકો છો. પરંતુ તે પહેલાં તમારી ત્વચાનું લચીલાપણું તપાસવું જરૂરી છે.