શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

બદલતાં હવામાનની સાથે થોડીક સાવધાની

N.D

જુન અને જુલાઈની વચ્ચેનું હવામાન ખુબ જ અલગ પ્રકારનું હોય છે. ક્યારેય ચીકાશ, ગરમીનો દબદબો, બેચેની તો ક્યારેક સાંજ ઢળે એટલે ખુબ જ સુંદર અને રળીયામણું. એક તરફ શરીરની અંદર ગરમી વધી રહી હોય છે તો બીજી તરફ હવામાનમાં ભેજ હોય છે. આવા હવામાનમાં ત્વચાને સાફ રાખવા માટે પાણી વધારે પીવું જોઈએ. જો આ પહેલાં જ ચોમાસુ તેનો દેખાડો દઈ દે તો ત્યાર પછીનો તાપ તો ખુબ જ નુકશામકારક હોય છે. એટલા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે મોઈશ્ચરાઈઝરની સાથે સનબ્લોક લગાવીને નીકળો.

વરસાદનું વાતાવરણ જો આહટ આપનાર હોય તો તમારા વાળ તેની સુચના પહેલેથી જ આપી દે છે. આ બદલતાં વાતાવરણની સાથે તમારા વાળ સામાન્ય કરતાં વધારે ખરવા લાગી જાય છે. આ ઋતુમાં ચટપટુ ખાવાનું વધારે ગમે છે પરંતુ યાદ રાખો કે દિવસ આથમી ગયાં પછી ચટપટા, તીખા-મસાલેદાર અને તળેલા ખોરાકથી દૂર રહો. આ તમારા પેટ માટે સારૂ રહેશે. તાજા ફળોનો જ્યુસ બધી જ ઋતુમાં સારો રહે છે.

શાકભાજી ફક્ત તે જ ખાઓ જેની અંદર ફાઈબર વધારે માત્રામાં હોય. પૌષ્ટિક ડાઈટ સિવાય યોગા અને બોડી મસાજ તમને વધારે તાજા રાખે છે. ચિપ ચિપ ભરેલી ગરમીમાં ચહેરાને હંમેશા ગુલાબજળથી સાફ રાખો. સાથે સાથે લીંબુ અને સફરજનના એસ્ટ્રીજેંટ પણ બજારમાં મળે છે.

ત્વચાના પોષણ માટે હાથમાં ચમચી લઈને તેનાથી ચહેરાને થપથપાવો. અને બીજી વાત કે જો તમે જાતે જ ફેશિયલ કરતાં હોય તો ક્યારેક મિક્સ કરેલા ફ્રુટનો ફેસપેક બનાવીને તેની અંદર ધાણા-ફુદીનો પણ ભેળવી શકો છો. આ પ્રયોગ ત્વચાને ઠંડક આપવાની સાથે સાથે ચહેરા પર વિશેષ ચમક પણ આપશે. ચહેરા પર ચિપકેલા ધૂળ માટીના રજકણોને સાફ કરવા માટે પણ આ પ્રયોગ લાભકારી છે.

યાદ રાખો પહેલો વરસાદ ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે તકલીફકારક હોય છે. જો મજા લેવા માટે પહેલાં વરસાદમાં પલળ્યાં હોય તો ત્યાર બાદ તુરંત જ તાજા પાણીથી નહાવો.

વિદાઈ લેતો જુન અને શરૂ થતો જુલાઈ તમારા સૌદર્યને કાયમ રાખે તે માટે પોતાનું ધ્યાન રાખો.