શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

લોકપ્રિય બનતી સ્ટોન થેરાપી

N.D

સ્પા કે હર્બલ બોડી ટ્રીટમેંટ આપતાં આપતી સંસ્થા હવે નવે નવી થેરાપી લઈને આવી રહ્યાં છીએ. વધતી જતી આવક અને સાથે સાથે દોડભાગવાળી જીંદગીની વચ્ચે શાંતિ મેળવવા માટે હવે મધ્યમ વર્ગ પણ આનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ભારતના દરેક નાના-મોટા શહેરમાં હવે આના સેંટરો થઈ ગયાં છે. મસાજ અને અરોમા થેરપી જેવા ઘણી વસ્તુઓ દ્વારા તન અને મનને શાંતિ આપનાર ટ્રીટમેંટ આનાં મુખ્ય ભાગ હોય છે. આ જ કડીની અંદર હવે નવો ટ્રેંડ છે સ્ટોન થૈરપી.

સ્ટોન થૈરપીનો સિદ્ધાંત સ્પર્શના ગુણોની સાથે જોડાયેલ છે. આના દ્વારા પીઠને જુદા જુદા ગુણોવાળા પત્થરોનાં સંપર્કમાં લાવવામાં આવે છે તથી ત્વચાના રોમછિંદ્રોના સહારે પત્થરના તે ગુણોને શરીરની અંદર પહોચાડવામાં આવે છે. માખણ જેવા આ પત્થરના ગુણોને બહાર લાવવા માટે તેને પાણીની અંદર ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને શરીરના બધા જ ભાગો પર ધીમે ધીમે ફેરવતાં ફેરવતાં શરીરના અલગ અલગ ભાગો, પ્રવેશદ્વારો તેમજ પોઈંટ પર મુકી દેવામાં આવે છે. પત્થરોને મુકવાની આ પ્રક્રિયા પણ શરીરના જુદા જુદા ભાગોને અનુસાર થાય છે એટલે કે દરેક ભાગ માટે પત્થરો નક્કી કરેલાં હોય છે. શરીર પર પહેલાં અરોમા તેલ કે ક્રીમ દ્વારા મસાજ કર્યા બાદ પત્થરોને મુકવામાં આવે છે. આ પત્થરો પણ ખાસ પ્રકારના હોય છે જેમકે જ્વાળામુખીના લાવા દ્વારા બનેલાં, નદીના કિનારાઓની ચટ્ટાનો દ્વારા બનેલાં જેની અંદર આયરનની ભરપુર માત્રા હોય કે પછી ખાડીઓમાંથી નીકળેલાં ખનિજથી બનેલાં હોય. તેથી આની અંદર જુદા જુદા ખનીજોનાં ગુણો હોય છે.

અલગ અલગ આકાર લગભગ અડધાથી ત્રણ ઈંચ સુધીના આ પત્થરો જુદા જુદા દેશોમાં પણ થઈ શકે છે. આની અંદર ગુરુત્વાકર્ષણની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બધા જ ટિસ્યુને ફાયદો આપીને શરીરને આરામ પહોચાડે છે. પત્થરોને શરીર પર કેટલી વાર સુધી મુકી રાખવાના છે તે તેમાંથી નીકળતી ઉર્જા અને ગરમી પર નિર્ભર કરે છે. જેટલી વાર સુધી પત્થર શરીર પર ઉર્જા અને ગરમી આપી શકે છે તેને તેટલી વાર સુધી રાખવામાં આવે છે. અનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધવાની સાથે સાથે શરીરને આરામ મળે છે. શરીરની આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમને આરામનો શ્વાસ લેવાની તક આપે છે. સાથે સાથે મગજને તરોતાજા બનાવતાં મગજને તણવ રહિત રાખે છે. એક કલાકની સ્ટોન થેરાપી માટે દોઢ હજારથી સાડા પાંચ હજાર સુધી રૂપિયા લઈ શકે છે અને તે તે વાત પર નિર્ભર છે કે તમે કયુ સ્પા પસંદ કરો છો.