શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

વર્કિંગ વુમન સાથે જોડાયેલ થોડાક મીથ

NDN.D

સમાજ ખાસ કરીને થોડીક પરિભાષાઓ પોતાની જાતે બનાવી લે છે જે ક્યારેક ક્યારેક નાના-મોટા ઉદાહરણ પર ટકેલી હોય છે પરંતુ ત્યાર બાદ નિયમ અને ધારણા બનાવીને તેને તે વસ્તુ પર લાદી દેવામાં આવે છે. આવા થોડાક મીથ કમાકાજી મહિલાઓ સાથે પણ જોડાયેલ છે. જ્યારે કે હકીકત તેના કરતાં ક્યાંય અલગ છે તો આવો તેવા મીથને જાણીયે અને આપણા જુના વિચારોને બદલીયે-

માનવામાં આવે છે કે છોકરીઓ હંમેશા પોલીટીક્સથી દુર રહે છે. એટલે કે ઓફીસમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું પોલીટીક્સ નથી કરતી. તે ફક્ત પોતાના કામથી જ મતબલ રાખે છે. પરંતુ આ વાત સાચી નથી છોકરીઓ પણ ઓફીસના પોલીટીક્સમાં એટલો જ રસ ધરાવે છે જેટલો કે છોકારાઓ.

એક વ્યક્તિગત જ નહિ પણ એક સામાજીક ભ્રમ પણ છે કે છોકરીઓ કે નાજુક હોય છે. દુનિયાના દરેક સમાજની અંદર છોકરીઓને છોકરાઓ કરતાં નાજુક માનવામાં આવે છે. પરંતુ મજાની વાત એ છે કે કમજોર માનવાનો આ ભાવ ફક્ત ભાવનાત્મક સ્તર સુધી જ સીમિત હોય છે. વ્યવહારમાં પુરૂષ લાગણીસભર સ્ત્રીઓ માટે ક્યારેય પણ લાગણીભર્યો વ્યવહાર નથી કરતો. પોલીસ, એરફોર્સ, મૈરીન જેવી બધી જ જગ્યાઓએ સ્ત્રીઓએ સાબિત કરીને બતાવ્યું છે કે તે એટલી બધી નાજુક નથી જેટલી તેમને સમજવામાં આવે છે. ગ્રામીણ મહિલાઓની દિનચર્યા સવારે પુરૂષો કરતાં પહેલી શરૂ થાય છે અને રાત્રે તેમના સુઈ ગયાં બાદ પુર્ણ થાય છે.

છોકરીઓ ખુબ જ ખર્ચાળુ હોય છે તેવી ખાસ કરીને બધાની માન્યતા હોય છે. છોકરીઓને શોપિંગ કરવાનો નશો કરવાનો નશો હોય છે. પરંતુ હકીકત કાંઈક જુદી જ છે. જુદા જુદા સર્વેક્ષણ કરાયા બાદ આ વાત સામે આવી છે કે ક્યારેક ક્યારેક મહિલાઓ લંચ ટાઈમમાં પોતાની ઓફીસની બહાર જઈને ભલે શોપિંગ કરી લેતી હોય પરંતુ તેમનો ખર્ચ પુરૂષ સહકર્મચારીઓની સરખામણીમાં ઓછો જ હોય છે. છતાં પણ તેમને ખર્ચાળ હોવાની પદવી મળેલ છે. પરંતુ જો આવું હોત તો ઘરનું બજેટ મહિલાઓ નહિ પુરૂષો કરી રહ્યાં હોત. મહિલાઓ શોપિંગને લઈને જેટલી સાવધાન હોય છે પુરૂષો તેનાથી 10 ટકા સાવધાન પણ નથી હોતા.

છોકરીઓ વધારે બોલે છે આ પણ એક ખાલી મિથ છે. ભારતમાં ઈંદિરા ગાંધી અને બ્રિટનમાં માર્ગરેટ થૈચર પોતાના દેશના ઈતિહાસમાં બે સૌથી વધારે સાહસી અને આગળ પડતાં નિર્ણયો લેનાર પ્રધાનમંત્રી રહી છે. પરંતુ આ વાત તો રાજનીતિની થઈ. ખાસ કરીન મહિલાઓ 90 ટકા નિર્ણયોમાં પુરૂષોની સલાહ નથી લેતી અને જો લે છે તો તેને તે માનતી નથી. તે જાતે જ નિર્ણય લે છે. મહિલાઓના કામમાં પરફેક્શન હોય છે ઘરની અંદર પણ અને ઓફીસમાં પણ. આ સિવાય મહિલાઓ ક્યારેય પણ નકામી ઉતાવળ નથી કરતી. તેને લીધે જ દેશની અંદર બધી જ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મહિલાઓને મુખીયાની જગ્યા આપવામાં આવે છે. તે ક્યારેય પણ આમ તેમ સમય વેડફતી નથી અને પ્રયત્ન કરે છે કે ઓફીસ બંધ થયાં પહેલાં બધા જ કામકાજ પુર્ણ થાય.