શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

વાળનો અનોખો વ્યાપાર

N.D

કદાચ આ વાતને સાંભળીને તમે થોડીક વાર વિચારમાં પડી જશો કે વાળનો પણ વ્યાપાર થાય છે? અને વાળનો બજાર સાથે શું સંબંધ છે? તો આવો જણાવીએ તમને તેના વિશે. દક્ષિણ ભારતના મંદિરો આજકાલ બજારની અંદર રો મટિરિયલ ઉપલબ્ધ કરાવનાર સૌથી પ્રમુખ કેંન્દ્ર છે. અહીંયા ભક્તો દ્વારા કરવામાં આવેલ વાળના દાનને વિદેશની અંદર વેચવામાં આવે છે જેના દ્વારા કરોડો રૂપિયાની આવક થાય છે. અર્થ વ્યવસ્થા માટે તો આ ફાયદાનો સૌદો છે. તેનાથી આ વાળનો સાચો ઉપયોગ પણ થઈ જાય છે.

હકીકતમાં આ બધું જ એક નવા ટ્રેંડને લીધે શક્ય થયું છે. આ ટ્રેડ છે વિદેશીયો દ્વારા મનુષ્યના સાચા વાળના પ્રયોગનો ક્રેજ. પાછલાં થોડાક વર્ષોમાં પણ આ ફેશન ખુબ જ પ્રખ્યાત થઈ હતી. આ વાળથી ખુબ જ સુંદર વીંગ્સ બનાવવામાં આવે છે જે સામાન્ય માણસથી લઈને મોટી મોટી હસ્તિયા સુધી બધાના માથાની શોભા બને છે. આમાં કોઈ મોટી વાત નથી કે તિરૂમાલા મંદિરમાં વાળનું દાન કરી રહેલી કોઈ સામાન્ય મહિલાના વાળ પેરિસ હિલ્ટનના માથે ચડીને બોલ્યા. જો કે દક્ષિણ ભારતના મંદિરોમાં હિન્દૂ ભક્તો દ્વારા આસ્થાના ફળસ્વરૂપ વાળનું દાન કરવાની આ પરંપરા હજારો વર્ષ જુની છે.

માનતા પૂર્ણ થયા બાદ દરેક વ્યક્તિ ખુશી ખુશી અહીંયા વાળ આપીને જાય છે. મોટાથી મોટી વ્યક્ર્તિ પણ ખુબ જ ખુશીથી અહીંયા વાળ આપીને જાય છે. વિદેશોમાં આ વાળની ભારે માંગને લીધે વર્ષના લગભગ 90 ટન વાળ તો એકલા આંધ્રપ્રદેશના તિરૂમાલ મંદિરમાંથી જ મોકલવામાં આવતાં હતાં. જેનાથી લગભગ 29.6 કરોડ રૂપિયાની કમાણી થાય છે. મંદિર આમાંથી થોડોક ભાગ સામાજીક કાર્યો માટે પણ ખર્ચ કરે છે. આ મંદિરની અંદર હજારો મહિલાઓ પણ પોતાના વાળને આપીને જાય છે તેથી આ મંદિરમાં હજારો હજામોની મોટી ફોજ છે. જેની અંદર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લોકો પોતાના કામની અંદર ખુબ જ પાવધરા હોય છે અને દિવસ રાતની શીફ્ટમાં કામ કરે છે.

હાલ આ વાળની વધારે પડતી માંગ હોવાને લીધે તેની કિંમત દસ ગણી વધી ગઈ છે જેને વિદેશની કંપનીઓ ખુશી ખુશી ચુકવે છે. ઈટાલી તેમજ રોમ આ વાળના ખુબ જ મોટા ખરીદદારોમાંનાં છે. ભારતીય વાળની માંગ એટલા માટે વધું છે કે અહીંયાના લોકો પોતાના વાળમાં કેમિકલ્સનો ઉપયોગ ઓછો કરે છે તેથી તેમની ગુણવત્તા તેમની તેમ જ રહે છે.