શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

સ્ત્રીને સતાવતો મોનોપોઝ

W.D

લગભગ 90 ટકા મહિલાઓ પોતાની મોનોપોઝ અવસ્થાને તણાવના રૂપમાં લે છે. અને તે એટલા માટે ગભરાઈ જાય છે કેમકે તે કોઈ પણ મહિલાને તેની ઉંમરનો અનુભવ કરાવે છે. ઘણી મહિલાઓ આનાથી ખુબ જ ડરેલી હોય છે. પરંતુ તે જરૂરી નથી કે દરેક મહિલાને મોનોપોઝના ભયંકર અનુભવમાંથી પસાર થવું પડે.

હકીકતમાં જ્યારે મહિલાઓ પોતાના અનુભવ બીજાની સાથે વહેચે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ જરૂરી નથી કે મોનોપોઝ ઘડપણની શરૂઆત છે. મોનોપોઝ તમારા જીવનનો એક નવો વળાંક છે જે સ્ફુર્તિજનક અને સંતોષજનક હોય છે. મોનોપોઝનો અર્થ છે કે માસિક ધર્મ બંધ થવુ અને આ સ્ત્રીના જીવનકાળના તે મહિના છે જે તેના છેલ્લા માસિક ધર્મના પહેલાં અને પછી હોય છે.

વધારે પડતી મહિલાઓ લગભગ 50 વર્ષની ઉંમરમાં જ મોનોપોઝ સુધી પહોચી જાય છે. પરંતુ ઘણી મહિલાઓ 40ની ઉંમરે જ આ અનુભવ કરી લે છે જ્યારે કે અમુક મહિલાઓ 60ની ઉંમરમાં માસિક ધર્મથી નિવૃત્ત થાય છે. માસિક ધર્મ સમાપ્ત થવાના પહેલાનો સમય પેરિમેનોપોઝયા ક્લાઈમૈટ્રિક હોય છે. આ દરમિયાન ઓવરીઝ ઓછી થઈ જાય છે અને પોતાનુ સામાન્ય કરવાનું બંધ કરી દે છે જેમાં ઈંડાનું ઉત્પાદન થાય છે.

આ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન જેવા હાર્મોંસ બનાવવાના પણ બંધ કરી દે છે. એસ્ટ્રોજેનની ઉણપને લીધે આખા શરીરની અંદર થોડોક બદલાવ આવે છે ખાસ કરીને પ્રજનના વ્યવસ્થામાં. આને લીધે અન્ય ઘણાં લક્ષણો પણ જોવા મળે છે જે મોનોપોઝથી સંબંધિત છે. મેનોપોઝ પહેલાં થોડાક સામાન્ય લક્ષણ ઉભરી આવે છે.

બધી મહિલાઓની અંદર આ લક્ષણ દેખાય તે જરૂરી નથી હોતું. આ લક્ષણ હોટ ફ્લૈશેઝ (ચહેરો અને ગરદન અચાનક ગરમ થઈ જવી, લાલ થઈ જવી), રાત્રે પરસેવો આવવો, ઉંઘ ન આવવી, નર્વસ થવું, ગભરામણ, ચિડચિડાપણુ, વારંવાર પેશાબ આવવો, ત્વચામાં બદલાવ અને હાડકામાં દુ:ખાવો. આ સિવાય માસિક ધર્મ પણ અનિયમિત થઈ શકે છે.

મોનોપોઝથી બચવાના ઉપાયો :

* અન્ય મહિલાઓની સાથે વાચચીત કરો કે તે કેવું અનુભવી રહી છે

* અઠવાડિયામાં ત્રણ વખત વજન ઉપાડવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારા હાડકા મજબુત રહેશે અને કોલોસ્ટ્રોલનો દર પણ જળવાઈ રહેશે.

* ઓછી કેલરીવાળો ખોરાક ખાવ જેનાથી તમારૂ કોલોસ્ટ્રોલ જળવાઈ રહે. અને તેની લીધે હૃદયના હુમલાનો ભય પણ ઓછો રહે.

* જો ધુમ્રપાન કરતાં હોય તો બંધ કરી દો. તેનાથી મોનોપોઝ શરીરની અંદર જે થોડોક એસ્ટ્રોજેન બને છે તે પણ ખત્મ થઈ જાય છે. ધુમ્રપાન બંધ કરવાથી તમે પહેલાં કરતાં સારૂ અનુભવશો. કેમકે એસ્ટ્રોજેન મળવાથી તમારા હાડકા મજબુત થશે.

* વધારે પડતો કેલ્શિયમ અને ફોસ્ફરસ યુક્ત આહાર લો.

* સમય સમય પર પોતાનો કોલોસ્ટ્રોલ ચેક કરાવતાં રહો.