શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

સ્લીમ બોડી દરેકની ઈચ્છા

W.D

સ્લીમ બોડીની ઈચ્છા દરેકને હોય છે. આપણે બધા પાતળી કમર અને સપાટ પેટ જળવાઈ રહે તે માટે શું શું નથી કરતાં? આ હોડ ફક્ત યુવાઓમાં જ નહિ પરંતુ દરેક વયની ઉંમરના લોકોમાં પણ છે. ઉર્મિલા જેવી પાતળી કમર, શાહરૂખ જેવા સિક્સ પૈક એબ્સ, કરીના જેવી ફિગર આપણામાંથી કોણ મેળવવા નથી ઈચ્છતું ?

જલ્દીથી જલ્દી પાતળા થવાની હોડને લીધે ક્યારે આપણા ખીસ્સા ખાલી થઈ જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી. આવામાં આપણી મજબુરીનો ફાયદો ઉઠાવીને ઝીમ્નેશીયમ અને યોગા ક્લાસીસવાળા ખુબ જ સારી નોટો પડાવી લે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હંમેશા ચટપટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કેમકે તેના સ્વાદની લાલચ તમને મૃત્યુંના મોઢા સુધી ન લઈ જાય, મોઢાની સ્વાદિષ્ટ લાગતું ભોજન ક્યાંક આપણી મોતનો સામાન ન બની જાય. એટલા માટે સમય છે સુધરી જાવ અને પોતાની સુસ્વાદુ જીભ પર લગામ મેળવી લો.

ઘણાં લોકો તો એવું માને છે કે તેઓ આ દુનિયાની અંદર ફક્ત ખાવા માટે જ જન્મ્યા છે. એટલા માટે આવા લોકો જ્યારે પણ ક્યાંય ભોજ પર જાય છે એટલે થાળી પર તુટી પડે છે અને ક્યારેય પણ ખાવાનો જરા પણ અવસર નથી છોડતાં. આપણે ખાવા માટે છીએ કે ખાવાનું આપણા માટે આ ભેદને સમજવો જોઈએ.

આંકડા પ્રમાણે જો તમે મહિનામાં 8 વખત પણ વધારે વાર ખાવ છો તો દરેક અઠવાડિયે તમારા શરીરની અંદર 500 કૈલરી વધારે જમા થાય છે. જેના લીધે તમારૂ વજન દરેક મહિને અડધો પૌડ વધી જશે.

એક વિદેશી મેગેઝીન દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અનુસાર 50 મહિલાઓમાંથી માત્ર એક જ મહિલા પોતાના શરીરને લઈને સંપુર્ણ રીતે ખુશ છે. લગભગ 50 ટકા મહિલાઓ પોતાના વજનને લઈને જુઠ્ઠુ બોલે છે, તો 60 ટકા મહિલાઓ પોતાના કપડાની સાઈઝના લેબલને ઉખાડી ફેંકે છે. થોડી ઘણી આવી સ્થિતિ પુરૂષોની પણ છે.

લેખિકા પામેલા પીકને અનુસાર પુરૂષોમાં વજન હંમેશા આધેડવસ્થામાં જ વધે છે જ્યારે મહિલાઓનું વજન બાળક થયા બાદ વધે છે. જો આ સમયે વજનને નિયંત્રિત કરવા પર કાબુ મેળવી લેવામાં આવે તો વજન વધવાને લીધે થતા ખરાબ પરિણામોથી બચી શકાય છે.

દરેક વ્યક્તિ સુડોળ આકર્ષક દેખાવા માંગે છે. પરંતુ ઘણી વખત ખોટી રીતે કરવામાં આવેલ વ્યાયામ તેમજ ડાયેટિંગ આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે વિશેષજ્ઞની સલાહ વિના વ્યાયામની શરૂઆત ન કરશો. વજન જો અચાનક ઓછુ થઈ જાય તો તે પણ આપણા શરીરની અંદર ઘણી બિમારીઓને નોતરી શકે છે.