શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:25 IST)

Face Wash કરવાનો 5 બેસ્ટ ઉપાય

મોઢું ધોવું એટલે કે ચેહરાને સાફ કરવું. આ તો દરરોજ બધા કરે છે . પણ શું તમે મોઢું ધોવાનો યોગ્ય તરીકો જાણૉ છો. ઘણા લોકો મોઢું ધોતા સમયે એવી ભૂલો કરે છે જે તેણે નહી કરવી જોઈએ. કારણકે તેનાથી ચેહરાને ખૂબ નુકશાન પહોંચે છે. આથી આજે અમે તમને મોઢું ધોવાના યોગ્ય ઉપાય જણાવીશ, જેનાથી તમારો ચેહરો પણ સાફ થઈ જશે અને તમને કોઈ નુકશાન પણ નહી પહોંચશે. 
1. હૂંફાણા પાણી - જ્યારે પણ તમે મોઢું ગર્મ કે ઠંડા પાણીનો ઉપયોગ ન  કરવું. જો  તમે ગર્મ પાણીથી મોઢા ધોશો તો તમારી સ્કિન ડ્રાઈ થવા લાગે છે, તેથી ગરમ પાણીની જગ્યા તમે હૂંફાણા પાણીથી મોઢું ધોવું. 
 
2. મેકઅપ પહેલા સાફ કરી લો
જો તમે ચેહરા પર મેકઅપ લાગેલું હોય તો પહેલા તેને સાફ કરી લો. તમે એને કૉટન કે કોઈ કપડાથી સાફ કરી શકો છો. મેકઅપ સાફ કર્યા પછી જ મોઢું ધોવું. 
 
3.  માલિશ કરવી
મોઢું ધોતા પહેલા પણ માત્ર પાણીથી મોઢું સાફ કરો અને ત્યારબાદ ક્લીનરથી આખા ચેહરા  પર મસાજ કરો. એક વાર મોઢું ધોતા સમયે આશરે 30 સેકંડ સુધી મસાજ  કરવી જોઈએ. સાથે જ જ્યાં વધારે આયલની મુશ્કેલી છે ત્યાં થોડી વધારે મસાજ કરવી. 
 
4. હળવા હાથથી લૂંછવા 
મોઢું ધોયા પછી ટૉવેલથી મોઢું સાફ કરી લો, પણ તમે ધીમે-ધીમે મોઢું સાફ કરવું. ક્યારે ટૉવેલથી ચેહરાને રગડવું નહી કારણકે આ તમારા ચેહરા પર કરચલીઓ પડવાથી ખતરાને વધારી નાખે છે. 
 
5. માઈશ્ચરાઈજર
મોઢું સાફ કર્યા પછી ચેહરા પર માશચરાઈજર લગાડો . તેનાથી તમારી સ્કિન હમેશા સૉફટ અને માઈશચરાઈજર રહેશે.