1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 5 જુલાઈ 2016 (16:50 IST)

બ્યુટી ટિપ્સ - ફક્ત એક કૈપ્સૂલ કરી દેશે ત્વચાની 6 પ્રોબ્લેમ્બને છૂમંતર !

માર્કેટમાં મળનારી બધી સ્કિન પ્રોડક્ટસમાં વિટામિન E ની માત્રા હોય છે.  કારણ કે આ સ્કિન અને વાળને હેલ્દી રાખવાની સાથે સાથે સ્ટ્રેચ માર્ક્સ, પિંપલ્સના દાગ-ધબ્બા દૂર કરી ડ્રાય સ્કિનથી છુટકારો આપવે છે. તો મોડુ ન કરો અને વિટામિન Eના ફાયદાને તમારા જીવનનો એક ભાગ બનાવો. 
 
1. દાગ-ધબ્બા કરે દૂર - વિટામિન Eના કેપ્સૂલમાં સોયની મદદથી કાણુ પાડો. હવે તેની અંદરનુ બધુ તેલ કાઢીને દાગવાળી સ્કિન પર લગાવો. સારા પરિણામ માટે તેને આખી રાત આમ જ લગાવીને રહેવા દો. 
 
2. કરચલીઓથી છુટકાર અપાવે  - વાડકીમા વિટામિન E કૈપ્સૂલના અંદરનુ ઑયલ કાઢી લો તેમા બદામના તેલના 5-6 ટીપા નાખી મિક્સ કરો. સૂતા પહેલા તેને તમારી આંખોની પાસે દેખાતી એજિંગ સ્કિન પર લગાવો. 


3. વાળને વધારવામાં કરે મદદ - વિટામિન Eની એક કૈપ્સૂલ લો અને તેની અંદરના ઑયલને કાઢી લો. હવે તેને સૂતા પહેલા તમારા વાળના સ્કૈલ્પ પર સારી રીતે લગાવો અને સવારે ધોઈ લો. તેનાથી વાળ લાંબા અને ઘટ્ટ થશે. 
 
4. નખ બનાવે સોફ્ટ - વિટામિન E ઑયલ રફ અને ક્રેક્ડ નખ અને ક્યૂટિકલ્સને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. તમે ચાહો તો વિટામિન E ઑયલને ડાયરેક્ટ નખ અને ક્યૂટિક્લસ પર લગાવી શકો છો. 

5. સ્ટ્રેચ માર્ક્સ - સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે 2 વિટામિન E કૈપ્સૂલ્સનું ઑઈલ અને એક મોટી ચમચી નારિયળ તેલ કે ઑલિવ ઓઈલ મિક્સ કરીને મિક્સચર તૈયાર કરો.  આ મિક્સચરને તમારી પ્રોબ્લેમ એરિયા પર લગાવો અને બસ સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે. 
 
6. ફાટેલા હોઠને કહો અલવિદા - ડ્રાય અને ફાટેલા હોઠ માટે બસ એક વિટામિન E કૈપ્સૂલ લો અને તેને કાપીને તેની અંદરનુ તેલ તમારા હોઠ પર લગાવો તેનાથી તમારા હોઠ સોફ્ટ થઈ જશે.