સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (10:23 IST)

લસણ તો લસણ તેના છાલટા પણ છે ખૂબ કામના ...!!

લસણનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.  મોટાભાગે લોકો લસણના ઉપયોગ કરીને તેના છાલટાને બેકાર સમજીને ફેંકી દે છે પણ અમે તમને જણાવી દઈએ કે તેના છાલટમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન કપાઉંડ હોય છે. જે આરોગ્ય માટે તો ફાયદાકારી હોય છે. સાથે જ તેના છાલટાને વાટીને સ્કિન પર લગાડવાથી ખૂબ ફાયદો મળે છે આવો જાણીએ કેવી રીતે. 
1. લસણના છાલટાને પાણીમાં નાખી ઉકાળી લો. આ પાણીને હૂંફાળુ કરીને હેયર વૉશ કરો. તેનાથી હેયર ફૉલની સમસ્યા દૂર થશે. 
 
2. લસણના છાલટાને ચિકન સ્ટાક બનાવતા સમયે તેમાં નાખી દો. તેનાથી ચિકન સ્ટાકનો ટેસ્ટ વધી જાય છે. 
 
3. લસણના છાલટાને વાટીને પિંપલ્સ પર લગાવો. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ પિંપલ્સની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. પાણીમાં લસણના છાલટા નાખી ઉકાળી લો. તેને ગાળીને પીવાથી શરદી-જુકામ જેવી સમસ્યા તરત દૂર થશે. 
 
5. લસણના છાલટાને વાટીને તેમા મધ મિક્સ કરી લો. તેને સવારે-સાંજે લેવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળશે. 
 
6. લસણના છાલટાને પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં તમારા પગને ડુબાડી રાખો. તેનાથી પગના સોજા દૂર થઈ જશે. 
 
7. છાલટાની પેસ્ટ બનાવી લો. તેમાં લીંબૂનો રસ મિક્સ કરી તમારા વાળની જડ પર લગાવો. તેનાથી જૂ ની સમસ્યા દૂર થશે. 
 
8. લસણના છાલટાને પેનમાં નાખી શેકી  લો. પછી તેનો પાવડર બનાવી લો. તે પાવડરમાં ઑલિવ ઑયલ મિક્સ કરી વાળમાં લગાવો. તેનાથી વાળના રંગ નેચરલી કાળો થશે.