બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (14:46 IST)

Coconut Water- નારિયેળ પાણી વાળને બનાવશે રેશમી

Coconut water will make hair silky
Coconut water will make hair silky- નારીયેળનું પાણી પીવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે ૧૦૦ પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્‍ત રાખવામાં પણ તેની મહત્‍વપૂર્ણ ભૂમિકા હોય છે.
 
નારીયેળને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારીયેળમાં વિટામીન પોટેશિયમ, ફાઇબર, કેલ્‍શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્‍વ ભરપૂર માત્રા હોય છે. નારીયેળ વિવિધ બિમારીઓની સારવારમાં પણ મદદરૂપ છે. નારીયેળમાં વસા કે કોલ્‍સ્‍ટ્રોલ હોતું નથી. આથી સ્‍થુળતા સામે પણ શરીર ઘટાડવામાં નારીયેળ મદદરૂપ છે. આ પાણીથી તાજગીની સાથે-સાથે અનેક સ્‍વાસ્‍થ્‍યવર્ધક લાભ પણ થાય છે. નારીયેળ પાણીમાં વિટામીન, મિનરલ, ઇલેક્‍ટ્રોલાઇટ્‍સ, એન્‍જાઇમસ, એમીનો એસિડ અને સાઇટોકાઇન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.
 
નારિયેળના પાણીમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેને પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની સુન્નતા નથી રહે છે. 
- નારિયેળ માંસપેશીઓને વધારવામાં પણ મદદગાર છે. 
- નારિયેળમાં મળતુ આયોડીન થાઈરાઈડને વધારવાથી રોકે છે. 
- નારિયેળનુ સેવન કરવા વાળ માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે. 
- ઈમ્યુનિટી વધારવા માટે સૂકા નારિયેળ ખાવુ લાભકારી છે. 
- નારિયેળ ખાવાથી મગજ તીવ્ર થાય છે અને મેમોરી પાવર વધે છે. 
- જાડાપણ ઓછા કરવામાં નારિયેળ ખૂબ ફાયદાકારી છે કારણ કે તેમાં વસા અને કોલેસ્ટ્રોલ નહી હોય છે. 
 
Edited By-Monica sahu