1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (09:14 IST)

Cracked Heels: ફાટેલી એડીના કારણે બગડે છે પગની સુંદરતા, આ રીતે મેળવો નરમ પગ

Cracked Heels: યુવતીઓ પોતાના ફેસ પર તો ખૂબ ધ્યાન આપે છે પણ અનેકવાર તેઓ પગનુ ધ્યાન નથી રાખી શકતી. જે કારને તેમની એડિયો ફાટી જાય છે.  જે ખૂબ જ ખરાબ દેખાય છે.  તેનાથી તમારા પગમાં સૈડલ હોય કે ચપ્પલ પહેરી શકતા નથી. જો એડિયો વધુ ફાટી ગઈ હોય તો તેમા દુખાવો પણ થાય છે.  સમય સાથે સમસ્યા વધતી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમારા માટે રામબાણ નુસ્ખા લાવ્યા છે જેને અજમાવીને તમે થોડાજ દિવસોમાં પગ મુલાયમ બનાવી શકો છો. 
 
સામગ્રી - 
- 1 કપ મેડિસિનલ આલ્કોહોલ 
- 10 એસ્પિરિનની ગોળીયો 
- 1 ચમચી હળદર પાવડર 
 
બનાવવાની અને લગાવવાની વિધિ 
 
1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખી દો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટીને આ મિશ્રણમાં નાખો. 
3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે આવુ જ રહેવા દો. 
4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગમાં રગડો. પછી તમારા પગને કવર કરી લો. 
5. સવારે ઉઠીને પાણીથી પગને ધોઈ લો અને મોઈશ્ચરાઈજિંગ ક્રીમ લગાવી થોડા દિવસ સુધી આવુ જ કરો. તમારી ફાટેલી એડિ ફરીથી મુલાયમ બની જશે.  
 
2. કેળા
કેળા તમારી ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે. 2 પાકેલા કેળાને ક્રશ કરીને પેસ્ટ બનાવો અને તેને પગની એડી પર 20 મિનિટ સુધી લગાવો, પછી પગને સારી રીતે ધોઈ લો. તમારી હીલ્સ લગભગ 2 અઠવાડિયામાં ઠીક થઈ જશે.