રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (17:30 IST)

Beauty tips in gujarati- નવરાત્રીમાં ચહેરા પર નિખાર માટે આ ફેસપેક જરૂર અજમાવો ચેહરો ખીલશે

Glowing Skin face pack in navratri
- એક સારી ક્વોલીટીના સાબુ પર થોડીક ખાંડ ભભરાવીને ચહેરા પર થોડીક વાર સુધી ઘસો, ત્યાર બાદ પાણી વડે ચહેરો સાફ કરી લો. આ સ્ક્રબ ત્વચા પરના ડાઘને દૂર કરી દેશે. 
 
- બે ચમચી દૂધ અને અડધી ચમચી મધમાં ઈંડુ ભેળવી લો. આને આંખોનો ભાગ છોડીને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. 15 મિનિટ પછી નવાયા પાણી વડે ધોઈ લો તેનાથી કુદરતી નિખાર આવી જાય છે. 
 
- મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેમાં મધ કે દહી ભેળવી લો. આને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી ગળાની અને ચહેરાની કાળાશ દૂર થશે અને ચહેરામાં ચમક પણ આવી જશે. 
 
- ચહેરાની મૃત ત્વચાને દૂર કરવા માટે લીંબુની છાલને સુકવીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ અને ગ્લીસરીન ભેળવી દો. આને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી ધીમે ધીમે મસાજ કરો. ત્યાર બાદ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
 
- ખસ ખસના દાણા, સરસોના દાણા અને બેસન આ ત્રણેય સામગ્રીને ભેળવીને દૂધમાં મિક્સ કરી લો. આને ચહેરા પર ઘસીને મેલ ઉતારતા જાવ. ત્વચાના રોમ છિદ્રો સુધી સંતાયેલ મેલ નીકળી જશે અને ત્વચા સાફ તેમજ કોમળ બની જશે.
 
- મસુરની દાળ અને સરસોને રાત્રે પલાળી દો. સવારે આની અંદર ગુલાબના તાજા પાન નાંખીને પીસી લો અને ચહેરા તેમજ ગરદન પર લગાવો.
 
- તુલસીના પાનમાં થોડીક હળદર ભેળવીને પીસી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને સુકાવા દો અને લગભગ એક કલાક પછી પાણી વડે ધોઈ લો. આનાથી ચહેરાની ત્વચા સુંદર અને કોમળ બની જશે.
 
- પલાળેલા ચોખાને કરકરા પીસી લો, આ લુગદી વડે ચહેરાની માલિશ કરો. આનાથી તમારી ત્વચા પાતળી, સ્નિગ્ધ, ચમકદાર અને કોમળ થઈ જશે.