શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (14:36 IST)

Hand Beauty Care- હાથમાં કરચલીઓ જોવાય તો અજમાવો આ 4 સરળ ટીપ્સ

ઉમ્ર વધવાની સાથે લક્ષણ ચહેહરાની સાથે હાથ પર પણ દેખાય છે. જી હા ચેહરાની રીતે હાથ પર પણ કરચલીઓ થવા લાગે છે. તેમજ બીજી બાજુ હાથની યોગ્ય કાળજી ન લેવાને કારણે, આવી સમસ્યા 
સામનો કરવો પડે છે. આને કારણે, હાથ સૂજા, બેજાન દેખાય છે. તેથી તમે કેટલાક દેશી ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો આજે તમારી સાથે મળીને ચાલીએ કરચલીઓને ઓછા કરવાના કેટલાક ખાસ ટિપ્સ જણાવીએ છે... 
 
જેતૂન તેલ આવશે કામ 
સ્કીન અને આરોગ્ય માટે જેતૂન તેલ ખૂબ ફાયદાકારી ગણાય છે. તેનાથી સ્કિન નરમ થવાની સાથે યુવા દેખાય છે. તેમજ હાથ પર થઈ કરચલીઓ ઓછુ કરવામાં પણ મદદગાર હોય છે. આ ત્વચાને અંદરથી પોષણ આપવાની સાથે ડેમેજ સેલ્સને રિપેયર કરે છે. તેથી તમે પણ હાથ પર થઈ કરચલીઓને ઓછુ કરવા તેનો ઉ પયોગ કરી શકો છો. તેના માટે માત્ર તમને જેતૂન તેલની કેટલાક ટીંપા લઈને હાથની માલિશ કરવી છે. તેનાથી તમે હાથની કરચલીઓ ઓછી થવાની સાથે હાતહ સાફ, નરમ અને ગોરા જોવાશે. 
 
નારિયેળના તેલથી મસાજ કરવી 
ચહેરની રીતે હાથની કરચલીઓ ઓછી કરવા માટે નારિયેળ તેલ ખૂબ કારગર રહેશે. તેનાથી હાથની 8-10 મિનિટ મસાજ કરવી. સતત તેને લગાવવાથી તમને અંતર નજર આવશે. નારિયેળ તેલ સ્કિનના ટિશ્યૂજને 
રિપેયર કરીને કરચલીઓ ઓછુ કરવામાં મદદ કરશે. તે સિવાય સ્કિનની રંગત પણ સાફ થશે. નારિયેળ તેલથી રાત્રે હાથની મસાજ કરવાથી ફાયદો થશે. 
 
એલોવેરા જેલ 
એલોવેરાજેલમાં એંટી વાયરલ અને એંતી એજિંગ ગુણ હોય છે તેમજ આ સ્કિનમાં ફાઈબ્રોબ્લાસ્ટને સક્રિય કરે છે. તેના કારણે કોલેજન અને ઈઆસ્ટિન  ફાઈબરનો નિર્માણ થવામાં મદદ મળે છે. આ રીતે સ્કિનમાં 
ઈલાસ્ટિસિટી વધવાથી કરચલીઓ થવાની શકયતા ઓછી હોય છે. તે સિવાય આ હાથની ઢીળી ત્વચામાં કસાવ લાવવાનો કામ કરે છે. તેના માટે એલોવેરા જેલને હાથની 10-15 મિનિટ સુધી મસાજ કરવી. પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો, તો તમે તેને આખી રાત પણ રહેવા દો. આ કરચલીઓ ઓછી થવાની સાથે હાથ સાફ અને નરમ પાડશે.
 
કેળાથી મળશે રાહત 
કેળા ઘણા પોષક તત્વ અને એંટી ઓક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. આ ડેડ સ્કિન સેલ્સને રિપેયર કરી નવી ત્વચા અપાવવામાં મદદ કરે છે. તેથી ત્વચાની કરચલીઓ ઓછી કરવા માટે કેળા પણ ફાયદાકારી ગણાય છે. તેના માટે કેળાને વાટીને મસાજ કરતા હાથ પર લગાડો. તેને થોડીવાર રહેવા દો. પછી પાણીથી હાથ સાફ કરી તેને સુકાવી લો. કેળા હાથની કરચલીઓ ઓછી કરવાના સાથે તેને સાફ અને નરમ બનાવવામાં પણ મદદ કરશે. સાથે જ ત્વચામાં લાંબા સમય સુધી ભેજ રહેશે.