શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્યુટી ટિપ્સ - બ્રેસ્ટની સાઈઝ વધારવા માટેની આહાર ટિપ્સ

મહિલાનું શરીર સ્વસ્થ અને દુરસ્ત રહે તો તેની અંદર એક અજીબ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. તેના આ આત્મવિશ્વાસમાં તેના બ્રેસ્ટની સાઇઝ પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. પણ જો તેના બ્રેસ્ટ અર્થાત્ સ્તનનો આકાર નાનો હોય તો આ સ્થિતિ તેના માટે ચિંતાનો વિષય બની જાય છે. જો મહિલા યોગ્ય રીતે ચેસ્ટ એક્સરસાઇઝ કરે અને પોતાના આહારમાં થોડા પરિવર્તનો કરે તો તેને આ સમસ્યામાં અચૂક લાભ મળશે. આ સિવાય બજારમાં એવી કેટલીક બ્રેસ્ટ એનસાર્જમેન્ટ ક્રીમ અને ટેલ મળે છે જેને લગાવીને મસાજ કરવાથી પણ ફાયદો થાય છે. પણ અહીં અમે તમને કેટલાક એવા આહાર વિષે જાણાકારી આપીશું જેના સેવનથી તમે સુડોળ ફિગર મેળવી શકશો અને કોઇ બજારુ ક્રીમનો ઉપયોગ કરીને બ્રેસ્ટની સાઇઝ વધારવાની ઝંઝટ નહીં કરવી પડે. 

આહારમાં આજથી જ આનો સમાવેશ કરો -

1. હોર્મોનલ અસંતુલન એક સામાન્ય કારણ છે જેના લીધે સ્તનનો આકાર નાનો રહે છે. મહિલાના શરીરમાં વધારે પડતા ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન સ્તનને વધતા રોકી દે છે. આ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને ઓછું કરવા માટે તમારે ફળ અને શાકભાજી ખાવા જોઇએ. આખું અનાજ જેમ કે જવ અને બ્રાઉન રાઇસ ખાવાથી બ્રેસ્ટનો આકાર વધી શકે છે.

2. ચિકનમાં એસ્ટ્રોજન હોય છે, માટે તમારા ડાયટમાં તેનો પ્રયોગ કરો. તેના સેવનથી તમે તમારી બ્રેસ્ટના આકારમાં થતો વધારો જોઇ શકશો.

3. ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ, દહીં અને પનીરમાં એસ્ટ્રોજન વધુ માત્રામાં હોય છે. માટે તમે તેને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

4. છોલે ચણા, કાળા રાજમા, લાલરાજમા, વટાણા, મસૂર અન્ય કઠોળમાંથી પણ વધુ માત્રામાં એસ્ટ્રોજન મળી રહે છે. તો આને તમે આહારમાં નિયમિત સામેલ કરો.

5. લીલા પાંદડાવાલા શાકભાજી જેમાં પ્રોટીન અને વિટામિન વધુ માત્રામાં હોય છે તેને ખાવાથી બ્રેસ્ટના કોશોનો વિકાસ થાય છે. બીટ, કોબીજ, ફુલાવર, ગાજર, ડુંગળી, કાકડી ખાવાથી પ્રોટીન મળે છે જેનાથી બ્રેસટની સાઇઝ પ્રાકૃતિક રૂપે વધે છે.

6. ઈંડા, પ્રોટીન શેક, માછલી, માંસ અને દૂધમાં પણ પ્રોટીન સારી માત્રામાં રહેલું છે અને તેના સેવનથી પણ તમે તમારા શરીરના આ મહત્વના ભાગનો વિકાસ કરી શકો છો.

7. ચેરી, સ્ટ્રોબેરી, જાંબુમાં એસ્ટ્રોજન હોય છે. તેને તમારા ડાયટમાં અચૂક સામેલ કરો.

8. બ્રોમાઇન અને મેગ્નેશિયમ શરીરમાં સેક્સ હોર્મોનને વધારવાનું કામ કરે છે. સફરજન, બદામ, ભુટ્ટા, આદુ, સલણ, પ્રોન, બ્રાઉન રાઇસ અને અખરોટમાંથી બ્રોમાઇન અને મેગ્નેશિયમ મળી રહે છે. તેને તમારા ડાયટમાં અચૂક સામેલ કરો અને પ્રાકૃતિક રૂપે તમે તમારા બ્રેસ્ટને વધતી જોશો.

9. શક્ય તેટલું દિનચર્યામાં કેફિન, કાર્બોનેટેડ ડ્રિંક, નમકીન અને જંક ફૂડનો ઓછો ઉપયોગ કરો. આ સિવાય દરરોજ પુષ્કળ પાણી પીઓ. સાથે જ બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે વ્યાયામ પણ કરી શકો છો.