હેયર કેયર - આ રીતે ઘરે જ કરશો હેયરસ્પા તો વાળ કાળા અને લાંબા થશે

hair spa
Last Modified સોમવાર, 22 જુલાઈ 2019 (11:22 IST)
આ વાતમા કોઈ બેમત નથી કે વાળ કોઈપણ સ્ત્રીની સુંદરતાનો એક મહત્વનો ભાગ હોય છે. જો તમારા વાળ સુંદર અને ધટ્ટ છે તો ચોક્ક્સ દરેકનુ ધ્યાન તેના પર જશે જ.. બીજી બાજુ જો તમારા વાળ બેજાન છે તો તમે ચાહો તો પણ એટલા સુંદર નહી દેખાય શકો.
તો હવે વાળને સુંદર કેવી રીતે બનાવવા.
તમે મોટેભાગે હેયરસ્પા વિશે તો સાંભળ્યુ જ હશે.

આવામાં જો તમે ચાહો તો ઘરે જ હેયરસ્પા કરી શકો છો.
હેયરસ્પા કરવાની રીત અને તેના ફાયદા વિશે જાણી લો.

કેવી રીતે કરશો હેયરસ્પા

હેયરસ્પાની શરૂઆત ઑયલ મસાજ દ્વારા કરવામાં આવે છે. તેનાથી તમારા વાળને પોષણ મળે છે અને વાળનુ શુષ્કતા પણ દૂર થાય છે.
ઓયલિંગ માટે તમે તમારા રેગ્યુલર તેલનો ઉપયોગ કરી શકો છો.
બસ ઓયલિંગ દરમિયાન તેલને હળવુ કુણુ કરી લો અને પછી દસથી પંદર મિનિટ સુધી માલિશ કરો. આ સાથે જ તમરા વાળ ગંદા છે કે પછી બે દિવસથી હેયરવોશ નથી કર્યુ તો પહેલા વાળને વૉશ કરો અને ત્યારબાદ જ ઓયલિંગ કરો.

ઓયલિંગ પછી વારો આવે છે સ્ટીમિંગનો. આ માટે તમે એક ટોવેલને ગરમ પાણીમાં ડુબાડી લો અને પછી તેને સારી રીતે નિચોડીને પાણી કાઢી લો. ત્યારબાદ તરત જ તમારા વાળને આ ગરમ ટૉવેલમાં લપેટી લો અને 10 મિનિટ માટે છોડી દો.

સ્ટીમિંગ પછી વાળને શેમ્પુ કરો. જો કે આ વાતનુ ધ્યાન રાખો કે તમે માઈલ્ડ શૈમ્પૂનો જ ઉપયોગ કરો. કેમિકલ યુકત શેમ્પુ હેયરફૉલની સમસ્યાને જન્મ આપી શકે છે.
સાથે જ સ્ટીમિંગના કારણે વાળની જડ પણ કમજોર થઈ જાય છે.

વાળને વોશ કર્યા પછી હેયરમાસ્કનો ઉપયોગ કરવો પડશે. આમ તો માર્કેટમાં અનેક પ્રકારના હેયરમાસ્ક મળે છે પણ જો તમે ચહઓ તો ખુદ ઘરે જ હેયરમાસ્ક તૈયાર કરી શકો છો. હેયર માસ્કને વાળમાં લગાવ્યા પછી લગભગ 20 મિનિટ સુધી લગાવીને છોડી દો અને પછી પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે વાળ ધોતી વખતે તમારે કોઈપણ પ્રકારનો શેમ્પુ કે કેમિકલ્સનો ઉપયોગ કરવાનો નથી. તમે આ હોમમેડ હેયરસ્પાને મહિનામાં એક કે બે વાર આરામથી કરી શકો છો.

હેયરસ્પા કરવાના ફાયદા

હોમમેડ હેયરસ્પા કરવાના અનેક ફાયદા છે. તેનો સૌથી પહેલો લાભ એ છે કે વાળને ઊંડાઈથી પોષણ મળે છે. સાથે જ માથાની ત્વચાની શુષ્કતા દૂર કરવાથી તેને હાઈડેટ કરે છે. જ્યારે વાળને ઊંડાણથી પોષ્ણ મળે છે.
સાથે જ માથાની ત્વચાની શુષ્કતાને દૂર કરવા તેને હાઈડેટ કરે છે.
જ્યારે વાળને ઊંડાઈથી પોષણ મળે છે તો તેની ગ્રોથ પણ સારી થાય છે.

વાળની સમ્સ્યાઓ જેવી કે હેયરફૉલ અને ખોડો વગેરે પાછળનુ મુખ્ય કારણ હોય છે વાળની યોગ્ય રીતે દેખરેખ ન કરવી. પણ જ્યારે તમે હેયરસ્પા કરો છો તો તેનાથી વાળની શુષ્કતા અને માથાની એજિંગ ઓછી થઈ જાય છે.
જેનાથી તમારા વાળ કે હેયરફોલની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જો તમે કાળા અને લાંબા તેમજે ઘટ્ટ વાળની ચાહત રાખો છો તો આ માટે વિવિધ પ્રકારના નુસ્ખા અજમાવવાને બદલે મહિનામાં એક વાર હેયરસ્પા કરાવો. થોડાક જ સમયમાં તમને તમારા વાળમાં ફરક જોવા મળશે.
તેનાથી વાળ પાતળા થવાની સમસ્યા પણ દૂર થશે અને તેમા એક નવી ચમક આવશે.


આ પણ વાંચો :