અંડર આર્મ્સ અને કમરના ચરબીના થર ઉતારવા માટે બેસ્ટ છે આ એક્સસાઈઝ

best exercise
Last Updated: શનિવાર, 4 માર્ચ 2017 (10:49 IST)
આજના જમાનામાં મહિલા પુરૂષ હોય કે બાળક દરેક કોઈ ફિટ અને ફાઈન રહેવા માંગે છે. પણ સૌની આ ઈચ્છા પૂરી થતી નથી. આજે જાડાપણાને લીધે 5માંથી 3 લોકો પરેશાન જ છે. સતત સીટિંગ જોબ કરવી અને સમયની તંગીને કારણે બદલતા લાઈફસ્ટાઈલે લોકોને જાડાપણાંની ભેટ આપી છે.
અનેક સ્ત્રીઓ પ્રેગનેસી પછી જાડી થઈ જાય છે અને ઘરના કામોમાં ગુંચવાયેલી રહી જાય છે. તેમને મોર્નિગવોક કે જીમ જવાનો સમય નથી મળતો.
આ જ રીતે જોબ કરનારા લોકો પણ બિઝી શેડ્યૂલને કારણે જીમ નથી જઈ શકતા.

જો તમે પણ કોઈ આવા જ ચક્રવ્યૂહમાં ફસાયા છો તો ખુદને માટે થોડો સમય કાઢો. આજે અમે તમને કેટલીક સિંપલ એક્સસાઈઝ બતાવીશુ. જેને તમે જીમ અને ટ્રેનર વગર જ સહેલાઈથી ઘરે કરી શકો છો. મહિલાઓ માટે આ એક્સરસાઈઝ બેસ્ટ છે. અંડરઆર્મ્સ, પેટ અને કમર પર પડનારા બલ્જ (માંસનો ઉભાર) ખૂબ જ ગંદા દેખાય છે. જેને કારણે મહિલાઓ પોતાની પસંદગીના કપડા પહેરી શકતી નથી. કારણ કે તેમને એ વાતનુ ધ્યાન રાખવુ પડે છે કે ક્યાક તેઓ જાડી અને ભદ્દી ન દેખાય.

શોલ્ડર, ભુજા
અને અંડરઆર્મ્સના બગલમાં જામેલી ચરબી હટાવવા માટે આ એક્સરસાઈઝ કરો

1. વેટ લિફ્ટ - વેટ લિફ્ટિંગની મદદથી અંડરઆર્મની બગલની ચરબી ગાયબ તો થશે જ સાથે જ તમારા શોલ્ડર પણ સ્ટ્રેટ થશે.

-
આ માટે સૌ પહેલા જમીન પર મેટ પાથરીને પીઠના બળે સૂઈ જાવ. ત્યારબાદ ડમ્બલ ઉઠાવો અને બાજૂ(હાથ)ને ઉપરની તરફ ઉઠાવો. આ તમારા પર નિર્ભર કરે છેકે તમે કેટલા કિલોના ડમ્બલ ઉઠાવી શકો છો. 5 સેકંડ પછી તમે હાથને નીચેની તરફ વાળો.
આ રીતે બીજીવાર હાથને ઉપર અને નીચે કરતા જાવ. ધ્યાન રાખો કે જ્યારે બાજુને ઉપરની તરફ લઈ જવાના છે તો બાજુ સ્ટ્રેટ હોવા જોઈએ.


2. પુશઅપ કરો - જો તમે જીમ પણ જ્વોઈન કરશો
તો ટ્રેનર તમને અંડરઆર્મ્સની આસપાસ્સની ચરબી ઓછી કરવા માટે અને પરફેક્ટ આર્મશેપ માટે પુશઅપ કરવાનુ કહેશે.

-૳ આ માટે સૌ પહેલા જમીન પર મોઢુ કરીને સીધા સૂઈ જાવ. ત્યારબાદ તમારા હાથને ફેલાવી લો અને અંગૂઠાના બળે પગને પરસ્પર જોડો. પછી ધીરે ધીરે કોણીને વાળો અને બોડીને ઉપર નીચે કરો.

3. દોરડા કૂદવા - આ સૌથી સહેલુ છે. બાળકો મોટાભાગે રમત રમતમાં આ એક્સરસાઈઝ કરતા જ રહે છે. પણ તેના અનેક ફાયદા છે. એક તો તે વજન ઘટાડવામાં મદદરૂપ છે અને બીજુ આનાથી તમારા બોડી મસલ્સ સ્ટ્રૈચ થાય છે જેનાથી લચીલાપણું આવે છે.

- બસ દોરડીને બરાબર પકડો અને કૂદવુ શરૂ કરો. પહેલા ધીરે પછી સ્પીડમાં જંપ કરો. તેનાથી તમારા હાથ સારા મૂવ કરે છે.

4. ખુરશીની મદદથી કરો કસરત - જીમને બદલે તમે ઘરના ફર્નિચરની મદદથી કસરત કરી શકો છો.
ખુરશીની મદદથી વ્યાયામ કરવી બેસ્ટ રીત છે.
તેનાથી હાથની ચરબી ઓછી થાય છે અને એ પરફેક્ટ શેપમાં આવે છે.

- એવી ખરશી પસંદ કરો જે જમીનથી 2-3 ફિટ ઊંચી હોય. હાથને પાછળ વાળીને ખુરશીના આગળના ભાગ પર મુકો અને પગને જમીન પર સીધા મુકીને હાથના બળ પર નીચે થાવ.


5. એક્સરસાઈઝ બોલ -
એક્સરસાઈજ બોલથી તમારી ભુજાઓ, પેટ અને બેકના મસલ્સ સારા થાય છે. 20 મિનિટની એક્સરસાઈઝ તમને ફિટ એંડ ફાઈન રાખે છે.

બસ આ માટે જમીન પર મેટ પાથરો અને ઘૂંટણના બળે બેસી જાવ અને હાથની મુઠ્ઠી બનાવો અને એક્સરસાઈઝ બોલ પર ટિકાવો. બોલ પર શરીરનુ સંતુલન બનાવવા માટે મુઠ્ઠીનો ઉપયોગ કરો અને ધીરે ધીરે શરીરને આગળ ધકેલો. તેના 3 સેટ લગાવો. દરેક સેટ પછી એક મિનિટનો બ્રેક લો.


આ પણ વાંચો :