શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

યુવતીઓને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ કેમ આવે છે ?

પીરિયડ્સ કેમ આવે છે ?
પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેમા મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ થાય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે.  આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે.  અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકની સ્માસ્યા 8 થીલઈને 17 વર્ષ સુધી શરૂ થઈ શકે છે.  પહેલીવાર માસિક ધર્મ થવો કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ભયનો અનુભવ થઈ શકે છે.  આવુ એવી છોકરીઓ સાથે થાય છે જેમને આ અંગે બિલકુલ જ્ઞાન  હોતુ નથી અથવા તો પછી તેમને ખોટી માહિતી હોય છે.  દેખીતુ છે કે માહિતીના અભાવમાં તેમને એવુ લાગે કે આ કોઈ બીમારીના લક્ષણ છે. 
 
માસિક ધર્મ કેમ થાય છે - મહિલાનુ શરીર દર મહિને ગર્ભની તૈયારી કરે છે. આ દરમિયાન તેના અંડાશયમાં એક ઈંડુ બને છે જે ગર્ભાશયની નલિકામાં જતુ રહે છે.  આ સાથે મહિલાના ગર્ભાશયની પરતમાં લોહી એકત્ર થતુ રહે છે જેથી ગર્ભના બેસતા એ લોહીથી બાળક વિકસિત થઈ શકે.  જો ગર્ભ નથી રોકાતો તો આ પરત તૂટી જાય છે અને પરતમાં જમા લોહી માસિક ધર્મના રૂપમાં યોનિ દ્વારા બહાર આવી જાય છે. બીજા મહિને ફરી આવુ જ થાય છે અને મસિક ધર્મનુ આ ચક્ર ચાલતુ રહે છે.  લોહીનો આ પ્રવાહ પાંચથી સાત દિવસનો હોઈ શકે છે.  માસિક ધર્મના બીજા કે ત્રીજા દિવસે વધુ પ્રવાહ થાય છે. દરેક મહિલાના માસિક ચક્રના અંતરનો સમય જુદો જુદો હોઈ શકે છે.  આ તેના શરીરની બનાવટ પર નિર્ભર કરે છે. 
 
માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી જરૂરી છે - દેખીતુ છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં ગંદકી બહાર નીકળે છે. ઉલ્લેખનીય છે કે આ લોહીમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થઈ શકે છે.  આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા, યોનિ માર્ગ પર ખંજવાળ, દુર્ગંધવાળો સ્ત્રાવ આવવો જેવી સમસ્યાઓ થાય છે. 
 
માસિક ધર્મ દરમિયાન આ રીતે રાખો સાફ સફાઈનું ધ્યાન 
 
- માસિક ધર્મ દરમિયાન કોઈ સારા પૈડનૌ ઉપયોગ કરો અને તેને દિવસમાં 3થી 4 વાર બદલો. 
- રક્ત સ્ત્રાવને રોકવા માટે ભીના કપડાનો ઉપયોગ ન કરો. તેનાથી ઈંફેક્શનનો ખતરો રહે છે. 
- આ દિવસોમાં રોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો. 
- આ દરમિયાન યૌન સંબંધ બનાવવાથી બચવુ જોઈએ. આનાથી તમારા પાર્ટનરને ઈંફેક્શનનો ભય રહે છે. 
- આ દરમિયાન તમારે દુખાવો ઓછો કરવા એક્સરસાઈઝ કરવી જોઈએ.  તેનાથી મસલ્સમાં ઓક્સીઝનની પૂર્તિ વધે છે અને શરીરને આરામ મળે છે. 
- આ દિવસે લોહીનો સ્ત્રાવ થાય છે તેનો મતલબ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. તમે તમારા રોજના નાના-નાના કામ તો કરી શકો છો. 
- કેટલાક લોકો એવુ માને છે કે આ દરમિયાન ન્હાવુ ન જોઈએ કે વાળ ન ધોવા જોઈએ. કારણ કે તેનાથી લોહીનો સ્ત્રાવ ધીમો થઈ શકે છે.  પણ આ સારુ નથી. તમારુ જ્યારે મન થાય ત્યારે ન્હાવ.