શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપાય : નેચરલ વેક્સિંગ ઘરે જ બનાવો

P.R
વેક્સિંગ કરાવવા વિષે વિચારીને કેટલીક મહિલાઓના દિલમાં ફાળ પડી જાય છે. અને પડે પણ કેમ નહીં, ગરમ-ગરમ વેક્સની પીડા સહન કરવી એ કોઇ સામાન્ય વાત તો છે નહીં. જૂના જમાનામાં મહિલાઓ હંમેશા ઘરે બનેલા ઉપટણથી શરીર પરના વાળ દૂર કરતી હતી. આ 100 ટકા પ્રાકૃતિક ઘરેલું ઉપાય હતા જે આજે પણ અનેક મહિલાઓ અપનાવી રહી છે. આ પ્રકારના અનેક એવા ઘરેલું પ્રકારો છે જે આજે પણ આપણે અજમાવી શકીએ છીએ, જાણીએ તેના વિષે...

પ્રાકૃતિક હેર રીમૂવલ...

ખાંડ અને લીંબુ - જો તમે લીંબુના રસ અને ખાંડને એક સાથે 4-5 મિનિટ સુધી ઉકાળશો તો તેમાંથી એચ ચીકણું મિશ્રણ તૈયાર થશે. દેખાવમાં તે એકદમ રેડીમેડ વેક્સ જેવું જ લાગશે. તેને શરીર પર લગાવીને વેક્સની સ્ટ્રીપથી ખેંચી લો. આ પ્રકારના મિશ્રણની મદદ દ્વારા કરવામાં આવેલા વેક્સથી કોઇ નુકસાન નહીં થાય કારણ કે તેમાં કોઇ રસાયણ નથી હોતું.

લીંબુ અને શેરડીનો રસ - આ વેક્સને તૈયાર કરવા માટે પહેલા ચોથા ભાગની શેરડીનો રસ લો અને તેમાં લગભગ બે ભાગ લીંબુનો રસ મિક્સ કરો. બાદમાં આ મિશ્રણમાં મધ અને કોર્નફ્લોર મિક્સ કરી શરીર પર લગાવી ધ્યાથી સ્ટ્રિપની મદદથી ખેંચી લો.

લોટ અને મુલ્તાની માટી - આ મિશ્રણનો એક ઉપટણ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેને બનાવવા માટે મુલ્તાની માટી, લોટ, મિલ્ક પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. આને પેસ્ટ કરતા થોડું વધારે ઘટ્ટ બનાવો અને શરીર પર માલિશ કરતા કરતા વાળ સાફ કરો. આ પ્રક્રિયા નિયમિત કરવાથી સમયાંતરે વાળ ઓછા થવા લાગશે.

મધ અને ચોખાનો લોટ - સૌથી પહેલા મધ અને ચણાના લોટને એક સાથે મિક્સ કરો અને પછી તેમાં ચોખાનો લોટ મિક્સ કરો. આ પેસ્ટને 10 મિનિટ સુધી લગાવો અને પછી મસળતા મસળતા કાઢી લો. જો તમને આનાથી થોડી બળતરા થવા લાગી હોય તો તમે ગુલાબજળનો પ્રયોગ કરો.

લોટ અને ઓલિવ ઓઇલ - લોટને ગૂંથી લો અને પછી તેને ઓલિવ ઓઇલમાં ડુબાડો. આ લોટને તમારા ચહેરા પર કે પછી જ્યાં સામાન્ય વાળ હોય ત્યાં ઉબટણની જેમ લગાવો. પગના વાળ પર તેને લગાવવાથી પીડા થશે