શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટી ટિપ્સ : શિયાળામાં નાજુક ત્વચાની દેખરેખની ટીપ્સ

P.R
સ્કિનને શાઇની બનાવવા માટે તેની કેર કરવી અત્યંત જરૂરી છે. તમારે તમારા બિઝી શિડ્યુલમાં તેની કેર કરવા માટે ચોક્કસ સમય કાઢવો જ જોઇએ. અહીં આપવામાં આવેલી ટિપ્સ તમારે સ્કિનને ગ્લો આપવામાં તમને મદદરૂપ બની શકશે.

- સામાન્ય રીતે આપણે બે-ચાર દિવસ સુધી તો સ્કિનની કેર કરતા હોઇએ છીએ પણ પછી બિઝી હોવાને કારણે આપણું સ્કિનની કેર કરવા પાછળનું રૂટિન તોડી નાંખીએ છીએ. આવું ન કરવું જોઇએ. રેગ્યુલર સ્કિન કેરના રૂટિનને ફોલો કરો. તેનાથી તમારી સ્કિન પરની ગંદકી પણ દૂર થઇ જશે.

- સ્કિનના નેચરલ ઓઇલને પ્રોટેક્ટ કરવા માટે પરફ્યુમ્ડ સોપનો ઉપયોગ ટાળો. તેના બદલે ક્લીન્ઝર વાપરો, જે તમારી સ્કિનને ડીપ ક્લીઝિંગ કરી શકશે.

- ચહેરાની સ્કિન બહુ નાજુક હોય છે માટે તેને ક્યારેય ઘસીને સાફ ન કરો. ઘસવાથી હાઇપર-પિગ્મેન્ટેશન થઇ શકે છે. લૂછતી વખતે પણ હળવા હાથે લૂછો.

- તમે હેવી ક્રીમની જગ્યાએ લાઇટ લોશન્સ વાપરો.

- મહિનામાં એકવાર ફેશિયલ પણ કરાવો. આનાથી સ્કિન ક્લીન દેખાશે અને ગ્લો કરશે.

- બોડી વોશ કરવા માટે એક સારા એન્ટી બેક્ટીરિયલ સોપનો ઉપયોગ કરો. ખાસકરીને પગની સફાઇ પર ધ્યાન આપો. કારણ કે જો વરસાદની સીઝન હશે તો સૌથી ખરાબ હાલત તમારા પગની થશે. ગંદા પાણી અને ડસ્ટથી તેને નુકસાન પહોંચશે.

- પગને સાફ કરવાની સાથે તેને ડ્રાય કરવાનું પણ ન ભૂલશો. આમ કરવાથી ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાશે. નહીં તો, આંગળીઓ વચ્ચે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જશે. ટોવેલથી સારી રીતે આંગળીઓના વચ્ચેના ભાગને ડ્રાય કરો.

- ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે એન્ટી ફંગલ પાઉડરનો ઉપયોગ કરો.