શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

મેકઅપમાં બદલાવ કરો

N.D
બ્લશ-ઓન : પાવડર બ્લશરનો ઉપયોગ કરો. આનાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરો ખીલેલો રહે છે.

લાઈનર અને મસ્કરા : આ બંને માટે વોટરપ્રુફ પેંસિલનો ઉપયોગ કરો. આનાથી પરસેવાને લીધે અને વરસાદમાં ફેલાવાનો ડર નથી રહેતો. જો આંખો નાની હોય તો લાઈનરનું જાડુ પડ અને આંખો મોટી હોય તો લાઈનરનું પાતળુ પડ લગાવો. જેટલી ડાર્ક પાંપણૉ હોય મસ્કરાનું પડ એટલુ પાતળુ લગાવો.

આઈ શેડ : લીક્વીડ આઈશેડનો ઉપયોગ ન કરવો. કેમકે આ ઝડપથી ખરાબ થઈ જાય છે. પાવડર શેડનો ઉપયોગ સૌથી સારો છે. લાઈડ શેડ અથવા તો ત્રણ કે ચાર શેડ ભેગા કરીને લગાવો. પાતળો કોટ લગાવો તો તે વધારે સમય સુધી ટકી રહેશે.

લિપસ્ટિક : પહેલા આઉટ લાઈન બનાવો, પરંતુ અંદર લિપસ્ટિક બ્રશ વડે જ લગાવો. મેટ લુક જોઈતો હોય તો પેંસીલ વડે જ આને ભરી દો.

ચાંલ્લા : ચોમાસાની ઋતુમાં સ્ટીકરવાળા ચાંલ્લાનો ઉપયોગ કરો. આને લગાવવાથી તે ફેલાવવાનો ડર નથી રહેતો અને કુંદન કે નંગવાળા ચાંલ્લા દેખાવમાં પણ ખુબ જ સરસ લાગે છે.