PM નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટ 8 નવેમ્બરને મઘરાતથી બંધ કરી છે. તેની અનેક વિપરીત અસર આજે બુધવારે જોવા મળશે. રોકડ નાણાથી થતાં તમામ વ્યવહારો બંધ થઈ જશે. તેમજ બેંકો બંધ રહેનાર હોવાથી બેંકોમાં ચેકોનું કલિયરીંગ સંપૂર્ણ બંધ રહેશે. સામાન્ય માનવી અને લોઅર મીડલ ક્લાસ વ્યક્તિ પાસે પૈસા નહી હોય તે વ્યક્તિ કેવી રીતે વ્યવહાર કરી શકશે. અનેક વ્યવહારિક મુશ્કેલીઓ સર્જાશે. બે દિવસ સુધી સામાન્ય વ્યવહારો અટકી જશે
- રેલવેસ્ટેશન, બસમથકો, એરલાઇન્સ ટિકિટ કાઉન્ટરો પર સ્વીકારાશે
- જાહેર ક્ષેત્રના સીએનજી, પેટ્રોલ અને ડીઝલ પંપ, રિટેલ આઉટલેટ, સરકારી સહકારી ભંડારો અને શબગૃહોમાં પણ 11 નવેમ્બર સુધી 5૦૦ અને 1,૦૦૦ની નોટોના વ્યવહારોની નોંધ રાખવી પડશે
- 11 નવેમ્બર મધરાત સુધી સરકારી હોસ્પિટલો ચલણી નોટો સ્વીકારશે મેડિકલ સ્ટોર પર 72 કલાક સુધી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર નોટો સ્વીકારાશે
- 30 ડિસેમ્બર 2૦16 સુધી બેંકો અને ટપાલ કચેરીઓમાં 5૦૦ અને 1,000ની નોટો પાછી આપી શકાશે
- 31 ડિસેમ્બરથી 31 માર્ચ 2૦17 સુધી નોટો જમા કરાવવામાં નિષ્ફળ લોકો ઓળખપત્ર અને ઘોષણાપત્ર રજૂ કરી રિઝર્વ બેંકમાં જમા કરાવી શકશે
- બેંકમાંથી ઉપાડની મહત્તમ મર્યાદા 4,૦૦૦ રૂપિયા, એટીએમમાંથી 2,000 ઉપાડી શકાશે
- પ્રારંભિક દિવસોમાં બેંક ખાતામાંથી એક દિવસમાં 1૦ હજાર અને એક સપ્તાહમાં 2૦ હજાર ઉપાડી શકાશે
- અર્થતંત્ર પર ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસરો નાબૂદ કરવા આક્રમક પગલું, રૂપિયા 1, 2, 5, 10,20, 50 અને 1૦૦ની ચલણી નોટો અને સિક્કા પર કોઈ પ્રતિબંધ નહીં
- વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની જૂની નોટ 500 અને 100ની નોટ બદલી શકો છો.
- જો તમે 30 ડિસેમ્બર સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ 2017 સુધી આરબીઆઈની બ્રાંચમાં જમા કરી શકશો.
- આરબીઆઈમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારુ ઓળખપત્ર રજુ કરવાનુ રહેશે. તે પછી જ તમે તમારા નોટ્સ જમા કરાવી શકશો.
- 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શક્શો. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.
આઈડી પ્રુફ કયા બતાવશો ?
- 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, બેંક આઈડી, પોસ્ટ ઓફિસ આઈડીનો ઉપયોગ કરી શકશો.
વધુને વધુ ખરીદી ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરો
- કોઈ પણ પરેશાનીથી બચવા માટે તમારે ખરીદી કરવા માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડને વધુ મહત્વ આપવુ જોઈએ.
-500 કે 1000 સિવાયની નોટ્સ ખૂબ જ જરૂરી વસ્તુની ખરીદી માટે વાપરો.
10 ડિસેમ્બરે જોવા મળશે નવી નોટ્સ
- સરકારે એ પણ જાહેર કર્યુ છે કે 500 અને 2000ની નોટ્સ 10 નવેમ્બરથી લાવવાની તૈયારી છે. તેથી જૂની નોટ્સ દૂર થયા પછી નવી નોટ્સ બજારમાં જોવા મળશે.