એર ઈંડિયા 'બીમાર', મુસાફરો પરેશાન

નવી દિલ્હી | ભાષા| Last Modified મંગળવાર, 29 સપ્ટેમ્બર 2009 (15:56 IST)

એર ઇંડિયામાં 'આફત' ની ઉડાણ સાતમાં આસમાન પર છે. મંગળવારે કંપનીએ તમામ ઘરેલૂ ઉડાણોની બુકિંગ આગામી નિર્દેશ સુધી રોકી દીધી.

હડતાલી પાયલટ અને મેનેજમેન્ટ વચ્ચે ગતિરોધને પગલે કંપની આજે પૂરી રીતે 'બીમાર' થઈ ગઈ. એરઈંડિયાના મુખ્ય મેનેજિંગ નિર્દેશક અરવિંદ જાદવે કહ્યું કે, એરઈંડિયાની ઘરેલૂ ઉડાણો માટે બુકિંગ આગામી નિર્દેશ સુધી નિલંબિત રહેશે.

જાધવે કહ્યું કે, એર ઈંડિયાની સવારની તમામ ઉડાણો ત્યા સુધી રદ્દ રહેશે જ્યાં સુધી અમે કંઈક બંદોબસ્ત કરી લેતા નથી. જાદવે કહ્યું એર ઈંડિયાના 180 પાયલટોએ બીમાર હોવાની સૂચના આપી છે. આ બધા વચ્ચે નાગર વિમાનન સચિવ માધવન નાંબિયારે ખાનગી વિમાનન કંપનીઓથી ભાડુ ન વધારવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું કે, સરકારે એર ઈંડિયાના કાર્યકારી પાયલટોના આંદોલનને પગલે ખાનગી કંપનીઓ સુધી આ વાત પહોંચાડી છે. પાયલટ પ્રોત્સાહન સાથે જોડાયેલા લાભો (પીએલઆઈ) માં કપાતનો વિરોધ કરી રહી છે.


આ પણ વાંચો :