સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 1 નવેમ્બર 2013 (10:23 IST)

દિવાળી ધમાકા : સેંસેક્સ 21240થી આગળ, નિફ્ટી 6300ને પાર

.
P.R
નબળા ગ્લોબલ સંકેતો અને રૂપિયો કમજોરી સાથે ખુલવા છતા સેંસેક્સે આજે સવારે શરૂઆતના વેપારમાં જ રેકોર્ડ ઊંચાઈને અડી લીધો. સતત બે દિવસથી રેકોર્ડ લેવલ પર બંધ થઈ રહેલ સેંસેક્સએ હવે 21,240ના અંક પાર કરી લીધો છે. બીજી બાજુ નિફ્ટી 6300 પોઈંટ પાર પહોંચ્યો.

તમને બતાવી દઈએ કે સવારે 9 વાગીને 15 મિનિટ પર ફ્લેટ નોટ શેર બજાર ખુલ્યો હતો. નિફ્ટી 9.40 ગબડીને 6,289.75 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો અને સેંસેક્સ 4 અંક ગબડીને 21,160.65 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. બૈકિંગ સ્ટોક્સમાં સવારથી સારો વેપાર થઈ રહ્યો છે. જ્યારે કે ટાઈટન, ઓએનજીસીના શેર ગબડી રહ્યા છે.

પણ 9 વાગીને 30 મિનિટ પર બોમ્બે સ્ટોક એક્સચેંજના બેંચમાર્ક ઈંડેક્સ 0.34% મતલબ 72.57 પોઈંટનો વધારા સાથે 21,237.09 પર પહોંચી ગયો. જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 15.10ની સાથે 6,314.25 પર પહોંચી ગયો. સેંસેક્સના લિસ્ટિંગમાં નાના અને મીડિયમ સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર વેપાર કરી રહ્યા છે.