નેનો 23મી માર્ચે લોન્ચ થશે

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (20:32 IST)

તાતા મોટર્સે આજે જણાવ્યું હતું કે તે 23મી માર્ચના દિવસે નેનો લોન્ચ કરશે. વિશ્વની સૌથી સસ્તી ફેમિલી કારને લઇને ભારે ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે. મુંબઇમાં 23મી માર્ચના દિવસે નેનો કાર લોન્ચ કરવામાં આવશે. આ કાર માટેનું બુકગ એપ્રિલથી શરૂ થશે.

જાન્યુઆરી 2008માં દિલ્હીમાં ઓટો એકસ્પો ખાતે કાર પ્રથમ વખત પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. એપ્રિલ 2009ના પ્રથમ સપ્તાહથી તાતા મોટર્સની ડીલરશીપ ખાતે કાર ડિસ્પ્લે ઊપર મુકવામાં આવશે. બુકિંગ એપ્રિલના બીજા સપ્તાહથી શરૂ થશે. કંપનીએ એક નિવેદનમાં આજે આ મુજબની માહિતી આપી હતી.આ પણ વાંચો :