1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 28 એપ્રિલ 2009 (20:38 IST)

ભારત-રૂસનો વેપાર વધશે

2010 સુધી 10 અબજ ડોલર થશે

ભારત અને રશિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય વેપાર આગામી વર્ષ સુધીમાં વધીને 10 અબજ ડોલર પહોચવાની આશા છે.

સીઆઈઆઈનાં એક કાર્યક્રમમાં ભારતમાં રૂસનાં વ્યાપાર હાઈકમિશ્નર ઈ એ કોર્શુનોવે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં વેપારમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. તે જોતાં તે 2010 સુધીમાં 10 અબજ ડોલર પહોચી જશે.

તેમણે કહ્યું હતું કે વ્યાપક આર્થિક સહયોગ સંધિ પર હસ્તાક્ષર કરવામાં વિલંબ થતો હોવાછતાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધીને 10 અબજ ડોલર સુધી પહોચી જશે.