લક્ષ્મી મિત્તલને ભાડૂઆતોની તલાશ

લંડન | ભાષા| Last Modified શુક્રવાર, 31 જુલાઈ 2009 (12:10 IST)

મંદીના આ યુગમાં પોતાના આલીશાન મહેલસમા ઘર ‘સમર પૈલેસ’ ની સાચી કીમત ન મળ્યાં બાદ સ્ટીલ કિંગ લક્ષ્મી ઇત્તલે 11 બેડરૂમવાળા પોતાના આ મકાન માટે ભાડૂઆતની તલાશ છે.

ઉત્તરી લંડનના પૉશ વિસ્તાર હૈમ્સટેડમાં સ્થિત આ મકાનમાં 11 બેડરૂમ, 12 બાથરૂમ, છ સ્વાગત કક્ષ, કાચથી બનેલી એક લિફ્ટ, સ્વિમિંગ પૂલ અને સ્ટીલ રૂમ છે, પરંતુ મંદીના માર્યા બ્રિટેનમાં 'સમર પેલેસ' ની બોલી તેના તે સમયના મૂલ્ય એટલે કે, ચાર કરોડ પાઉન્ડની આસપાસ પણ ન પહોંચી શકી.

એક સમ્પત્તિ એજેંટ અનુસાર આ મકાનથી ભાડા મારફત દર સપ્તાહે આશરે 10000 પાઉન્ડ પ્રાપ્ત કરી શકાય તેમ છે. મિત્તલે એક એકર ક્ષેત્રમાં બનેલું આ મકાન વર્ષ 1996 માં 60 લાખ 75 હજાર પાઉન્ડમાં ખરીદ્યું હતું.


આ પણ વાંચો :