વિમાની કંપનીઓએ આપી હડતાળની ચિમકી

વેબ દુનિયા|

ભારતીય એરલાઈંસ મહાસંઘે આજે અત્રે કરેલી બેઠકમાં ખાનગી વિમાનન કંપનીયોએ 18 ઓગસ્ટથી ઘરેલૂ વિમાની સેવા સ્થગિત કરી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

દેશની અગ્રણી વિમાની કંપનીઓ હાલમાં ભારે નાણાકિય ભિંસમાં છે. તેણે ભારતીય ઉડ્ડયન મંત્રાયલ પાસે આર્થિક મદદની માંગ પણ કરી હતી. સરકારે તેને મદદ કરવાની ના કહી દીધી હતી. જેના પગલે આજે દેશની બધી જ ખાનગી વિમાની કંપનીઓએ હડતાળ કરી દેવાની ચિમકી આપી છે.

એર ઈંડિયાએ આજે ખાનગી વિમાની કંપનીઓના માલિકો સાથે એક જાહેર પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. તેમાં આ ખાનગી વિમાની કંપનીઓના માલિકોએ કહ્યુ કે કોઈ પણ મદદ વગર ઉડાન ભરવી મૂશ્કેલ છે અને સરકાર 18 ઓગસ્ટ સુધી આર્થિક મદદ નહી કરે તો 18 ઓગસ્ટના રોજથી તેઓ હડતાળ શરૂ કરી દેશે.
જોકે કંપની માલિકોએ જણાવ્યુ કે માત્ર આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતા વિમાની સેવાને બાદ કરતા બધી જ ફ્લાઈટો બંધ કરી દેવામાં આવશે. આ અંગે સરકારની હજી સુધી વળતી પ્રતિક્રિયા આવી નથી.

એફઆઈએના મુખ્ય સચિવ અનિલ બૈજલે આજે જણાવ્યુ કે એફઆઈએની સદસ્ય વિમાની કંપનીઓ જેમાં કિંગફિશર એરલાઈંસ, જેટ એરવેજ, સ્પાઈસજેટ અને ઈંડિગો એરલાઈંસનો સમાવેશ થાય છે. જે સંયુક્ત રૂપે 18 ઓગસ્ટના રોજ પોતાની ઘરેલૂ વિમાન સેવા સ્થગિત કરશે.
તેમજ જે યાત્રિયોએ 18 ઓગસ્ટની વિમાની યાત્રા માટે ટિકીટ લઈ લીધી છે તેમની રકમ પાછી કરી દેવામાં આવશે.

કિંગફિશરના માલિક વિજય માલ્યાએ કહ્યુ કે જો સ્થિતિ આની આ જ રહી અને નુકસાન થતું રહ્યુ તો ખાનગી વિમાનન કંપનીઓ અનિશ્ચિતકાળની હડતાળ પર જતી રહેશે.

જેટ એરવેજના પ્રમુખ નરેશ ગોયલે કહ્યુ કે 'વિમાન કંપનીયોની હાલત ખૂબ જ નાદુરસ્ત છે. જેને મદદથી ખૂબ જ આવશ્યકતા છે.'


આ પણ વાંચો :