શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્લી , બુધવાર, 8 એપ્રિલ 2009 (09:39 IST)

વેતનવૃધ્ધિની બાબતે ભારત સૌથી આગળ

વૈશ્વિક મંદીને કારણે જ્યા આખી દુનિયામાં છંટણી અને પગારમાં કપાતની પ્રક્રિયા ચાલુ છે, ત્યાં ભારત 10.8 ટકા વેતન વૃધ્ધિની શક્યતાઓની સાથે સમગ્ર એશિયા ક્ષેત્રમાં સૌથી આગળ છે.

માનવ સંસાધન સલાહકાર કંપની ઈંટરનેશનલ દ્વારા પગાર પર કરવામાં આવેલ એક તાજા સર્વેક્ષણના મુજબ એશિયા પ્રશાંત ક્ષેત્રના દેશોમાં ભારતમં આ વર્ષે વેતનમાં સૌથી વધુ 10.8 ટકાનો વધારો થવાનુ અનુમાન છે. કુશલ અને દક્ષ કર્મચારીઓની દેશમાં સતત વધતી માંગ આનુ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે.

સર્વેક્ષણ મુજબ જ્યા આ ક્ષેત્રમાં વેતન વધારવાના અનુમાનોમાં 40 ટકાનો ઘટાડોની શક્યતા છે, બીજી બાજુ એક તૃતીયાંશ કંપનીઓ વેતન વધારવાની પોતાની યોજનાઓને માળિયા પર ચઢાવી રહી છે

ભારત પછી 10.6 ટકાની વેતન વૃધ્ધિની શક્યતાની સાથે વિયેતનામ બીજા સ્થાન પર અને 9 ટકાના વધારાની સાથે ઈંડોનેશિયા ત્રીજા નંબર પર છે.