સમગ્ર દેશની કાર પર હવે નહી લાગે ટોલ ટેક્સ
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી રાષ્ટ્રીય રાજમાર્ગના મુસાફરોને જલ્દી ભેટ આપવા જઈ રહ્યા છે. જેના હેઠળ દેશભરમાં ટોલ પ્લાઝા પર સ્થાનીક વાહનોને ટોક મુક્ત કરવાની યોજના છે. મતલબ જે જીલ્લામાં ટોલ પ્લાજા છે એ જ જીલ્લાના નોંધાયેલા વાહનો પાસેથી ટોલ ટેક્સ નહી લેવામાં આવે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સ્થાનીક બસ ટ્રક અને કાર પરથી ટોલ ટેક્સ સમાપ્ત કરવાની યોજના છે. આવુ વાહન દિવસમાં ભલે કેટલીય વાર સુધી ચક્કર લગાવે તેમને ટેક્સ નહી આપવો પડે. જોકે નેશનલ પરમિટવાળા ટ્રકોને ટોલથી છૂટ નહી મળે. બીજા જીલ્લાના વાહનો પાસેથી ટોલ લેવામાં આવશે. અધિકારી જણાવ્યુ કે મંત્રાલયે કેબિનેટ નોટ તૈયાર કરી લીધી છે. જેને ટૂંક સમયમાં જ કેબિનેટની બેઠકમાં રજુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યૂપીએ સરકારે જીલ્લાના વાહનોને ટોલ ટેક્સમાં વધુમાં વધુ 50 ટકા સુધી ટોલ ટેક્સમાં છૂટ આપી હતી. માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ એક પગલુ આગળ વધારતા સ્થાનીય વાહનો પાસેથી ટોલ ટેક્સમાં 100 ટકા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
આખા દેશમાં કારો પર નહી લાગે ટોલ..
સૂત્રોનુ કહેવુ છે કે ગડકરી સમગ્ર દેશમાં કાર પર ટોલ ટેક્સ સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે. તેનો તર્ક છે કે વ્યવસાયિક વાહનો અને ખાનગી વાહનોની સંખ્યા લગભગ બરાબર છે. પણ વ્યક્તિગત વાહન(કાર)માંથી ટોલ ટેક્સના રૂપમાં ફક્ત 14 ટકા રાજસ્વ મળી રહ્યુ છે.
2013માં 1,14, 000 કરોડ ટોલ ટેક્સમાં ખાનગી વાહનો પાસેથી માત્ર 1600 કરોડ રૂપિયા રાજસ્વ પ્રાપ્ત થયુ. કારથી થનારા નુકશાનની ભરપાઈ વ્યવસાયિક વાહનો તરફથી પુરી કરવામાં આવશે. બીજી બાજુ શહેરોના સમીપના ટોલ પ્લાઝા પર કારની લાંબી લાઈન લાગી જાય છે. ટ્રાફિક જામનો કલાકો સુધી સામનો કરવો પડે છે. તેનાથી પ્રદૂષણ વધે છે. પરિવહન મંત્રાલય ટોલ નીતિ 2007માં ફેરફાર કરી કારોને ટોલમાંથી છૂટ આપવાની તૈયારી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર 365 ટોલ પ્લાઝા છે.